શોધખોળ કરો
Advertisement
પાયલ ઘોષના આરોપો પર અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોંધાઇ FIR, ફિલ્મમેકરની મુશ્કેલીઓ વધી
અભિનેત્રીએ પોતાના વકીલ નીતિન સાતપુતેની સાથે પોલીસને ફરિયાદ કર્યા બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે એફઆઇઆર નોંધવામાં આવી
મુંબઇઃ અભિનેત્રી પાયલ ઘોષના જાતિય શોષણના આરોપ લગાવ્યા બાદ મુંબઇ પોલીસે ફિલ્મકાર અનુરાગ કશ્યપ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે, અનુરાગ કશ્યપ પહેલાથી આ આરોપોને નિરાધાર બતાવી ચૂક્યા છે. અધિકારીએ જણાવ્યુ કે, અભિનેત્રીએ પોતાના વકીલ નીતિન સાતપુતેની સાથે પોલીસને ફરિયાદ કર્યા બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે એફઆઇઆર નોંધવામાં આવી, અધિકારીએ જણાવ્યુ કે આઇપીસી કલમ 376 (I), 354, 341 અને 342 અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલુ છે.
તેમને જણાવ્યુ કે, સાત વર્ષ જુના (2013ના) કેસમાં પુછપરછ માટે અનુરાગ કશ્યપને બોલાવવામાં આવશે, અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં કશ્યપ પર 2013માં વર્સોવામાં યરી રોડ સ્થિત તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે અભિનેત્રી અને તેના વકીલ સોમવારે ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ત્યાં તેમને વર્સોવા પોલીસ સ્ટેશન જવાનુ કહેવામાં આવ્યુ હતુ, કેમકે ઘટના તે ન્યાયિક વિસ્તારમાં ઘટી છે. તે ઓશિવારા પોલીસ સ્ટેશન વિસ્તાર એટલા માટે ગયા હતા કેમ કે અનુરાગ કશ્યપનુ કાર્યાલય તે વિસ્તારમાં છે. સાતપુતેએ મંગળવારે ટ્વીટ કર્યુ- અંતતઃ આરોપીના વિરુદ્ધમમાં દુષ્કર્મ, ખોટી રીતે રોકવા અને મહિલાનુ શીલ ભંગ કરવા મામલે એફઆઇઆર નોંધવામાં આવી.
અભિનેત્રીએ શનિવારે ટ્વીટ કરીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ તેની સાથે જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, વળી અનુરાગ કશ્યપે આ આરોપોને ફગાવતા તેને ખામોશ કરવાની પ્રયાસ ગણાવી દીધો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement