શોધખોળ કરો
Advertisement
Parineeti chopra એ લોન્ચ કર્યું સાઈના નેહવાલની બાયોપિક 'Saina' નું ટ્રેલર
સાઈના નેહવાલની બાયોપિક સાઈનાનું આંતરરાષ્ટ્રી મહિલા દિવસ પર મુંબઈમાં આજે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
મુંબઈ: વિશ્વની નંબર વન વર્લ્ડ બેડમિન્ટન ખેલાડી રહેલી, 24 આંતરરાષ્ટ્રીય ટાઈટલ્સ પોતાના નામે કરનારી, પદ્મશ્રી, પદ્મવિભૂષણથી લઈને રાજીવગાંધી ખેલ રત્ન સુધી મોટા પુરસ્કાર મેળવનાર સાઈના નેહવાલની બાયોપિક સાઈનાનું આંતરરાષ્ટ્રી મહિલા દિવસ પર મુંબઈમાં આજે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
ટ્રેલર લોન્ચના આ ખાસ તકે સાઈના નેહવાલની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી પરિણીતિ ચોપરા, અહેસાન નકલવી, નાઈશા(સાઈનાના બાળપણની ભૂમિકા નિભાવનાર) ફિલ્મના નિર્દેશક અમોલ ગુપ્તે, ફિલ્મના નિર્માત સુજય જયરાજ અને રાસેજ શાહ, ફિલ્મના સંગીતકાર અમાલ મલિક હાજર રહ્યા હતા.
ફિલ્મના ટ્રેલરમાં બાળપણથી જ સાઈનાના એક બેડમિન્ટન ખેલાડી બનવાના સપનાથી લઈને તેના સંઘર્ષ અને પછી ચેમ્પિયન બનવા સુધીની સફરને દેખાડવામાં આવી છે. અમોલ ગુપ્તેએ ફિલ્મનું નિર્દેશન કરવાની સાથે આ ફિલ્મને પોતે જ લખી છે. આ ફિલ્મમાં માનવ કૌલ પણ એક ખાસ ભૂમિકામાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં પહેલા શ્રદ્ધા કપૂર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલના રોલમાં જોવા મળવાની હતી. તેણે ફિલ્મનું શૂટિંગ પણ શરી કરી દિધુ હતું બાદમાં પરિણીતી ચોપરાએ ટાઈટલ રોલમાં શ્રદ્ધાને રિપ્લેસ કરી હતી. 'સાઈના' દેશભરમાં થિયેટરમાં 26 માર્ચે રિલીઝ કરવામાં આવશે.
">
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement