Photoshoot Controversy: ન્યુડ ફોટોશૂટ મામલે રણવીર સિંહને મોકલાયેલા સમન્સ છતાં પોલીસ સમક્ષ હાજર ના થયો,જાણો હવે શું થશે..
થોડા સમય પહેલાં બોલીવુડ સ્ટાર રણવીર સિંહ પોતાના ન્યુડ ફોટોશૂટને લઈ ખુબ ચર્ચામાં રહ્યો હતો. એક મેગેજીન માટે રણવીર સિંહે આ ન્યુડ ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટો ખુબ વાયરલ થયા હતા
Nude Photoshoot Controversy: થોડા સમય પહેલાં બોલીવુડ સ્ટાર રણવીર સિંહ પોતાના ન્યુડ ફોટોશૂટને લઈ ખુબ ચર્ચામાં રહ્યો હતો. એક મેગેજીન માટે રણવીર સિંહે આ ન્યુડ ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટો ખુબ વાયરલ થયા હતા. આ ફોટોશૂટને લઈ દેશભરમાં રણવીરનો વિરોધ પણ થયો હતો. આ દરમિયાન રણવીર સિંહ સામે મુંબઈના ચેમ્બુરમાં એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
આવતીકાલે હાજર થવા માટે સમન્સ મોકલાયુંઃ મુંબઈ પોલીસ
ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદ મામલે હવે રણવીરને પોલીસ દ્વારા હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ મુજબ રણવીરને આજે 20 ઓગષ્ટના રોજ પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ 20 ઓગષ્ટ શનિવારના રોજ રણવીર સિંહ પોલીસ સમક્ષ હાજર થયો નહોતો. રણવીર સિંહ ચમ્બુર પોલીસ સ્ટેશનમાં હાજર ના થતાં હવે ફરીથી રણવીર સિંહ સામે નવેસરથી સમન્સ જાહેર કરવામા આવશે તેમ મુંબઈ પોલીસે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં રણવીર સિંહે પોલીસ પાસે હાજર થવા માટે 2 અઠવાડિયાનો સમય માંગ્યો હતો અને જે મુજબ રણવીરને સમન્સ મોકલાયું હતું. ત્યારે હવે રણવીર સિંહને ફરીથી નવું સમન્સ મુંબઈ પોલીસ તરફથી મોકલવામાં આવશે.
Nude photoshoot controversy | Chembur police station had summoned actor Ranveer Singh asking him to appear tomorrow. The actor has sought 2 weeks time to appear, now fresh summons will be sent by Chembur police after fixing a new date: Mumbai Police
— ANI (@ANI) August 21, 2022
(File Pic) pic.twitter.com/FHuPijFDIS
ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદઃ
રણવીર સિંહે કરાવેલા ન્યૂડ ફોટોશૂટ મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપીને એક ગૈર-સરકારી સંસ્થાએ (NGO) રણવીર સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિનો હવાલો આપીને રણવીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિને ટાંકીને એક NGOએ મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 'શ્યામ મંગારામ ફાઉન્ડેશન નામની NGO સંસ્થાએ પોતાની ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે, અમે છેલ્લા 6 વર્ષથી વિધવાઓના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે આપણે રણવીર સિંહના ઘણા નગ્ન ફોટા વાયરલ થતા જોયા. જે રીતે તે તસવીરો ક્લિક કરવામાં આવી છે તે જોઈને કોઈપણ સ્ત્રી અને પુરુષ શરમ અનુભવશે.