
Drug Case: ક્રિસમસ પહેલા Aryan Khanને બોમ્બે હાઈકોર્ટથી મળી મોટી રાહત, ક્લીનચીટને પડકારતી PIL પાછી ખેંચી
Aryan Khan: આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી PIL પાછી ખેંચી લેવામાં આવી છે.

Aryan Khan Clean Chit Challenging PIL: શાહરૂખ ખાનને ક્રિસમસ પહેલા સારા સમાચાર મળ્યા છે. 2021 માં ડ્રગ્સ-ઓન-ક્રૂઝ કેસમાં તેના પુત્ર આર્યન ખાનને આપવામાં આવેલી "ક્લીન ચિટ" ને પડકારતી પીઆઈએલ પાછી ખેંચી લેવામાં આવી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસવી ગંગાપુરવાલાએ અરજદારને આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું અને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી પણ આપી હતી. જે બાદ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલ પાછી ખેંચી લેવામાં આવી હતી. ACJ SV ગંગાપુરવાલાએ તેને પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન ગણાવ્યું હતું.
આ વર્ષે માર્ચમાં NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી
જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જે બાદ તેણે ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો. આ વર્ષે માર્ચમાં આર્યનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્લીનચીટ આપવામાં આવી હતી. એનસીબીએ ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આર્યન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. જેને જોતા તેને ક્લીનચીટ આપવામાં આવી હતી. બાદમાં આર્યન ખાનની ક્લીનચીટને પડકારતા કાયદાના વિદ્યાર્થી દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.
ન્યાયાધીશે શું કહ્યું?
ન્યાયાધીશે પૂછ્યું, "એજન્સીએ તપાસ કરી તેમની પાસે આરોપી વિરુદ્ધ કોઈ પૂરાવા નહોતા. તેમણે કલીનચિટ આપી દીધી છે. આના લીધે તમારા ક્લાયન્ટને શું નુકસાન થયું છે? તેમનું ઠેકાણું અને ફરિયાદ શું છે. કોર્ટે વધુમાં કહ્યું એક "એક કાયદાના વિદ્યાર્થી તરીકે તેમણે સારા કારણો માટે જનહિત યાચિકા દાખલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે અમને સંતુષ્ટ કરો અથવા ક્લાઈન્ટનો હેતું જણાવો. અથવા અમે ભારે દંડ ફટકારીએ છીએ. આ એક પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટીગેશન જેવુ લાગી રહ્યું છે
આર્યન ખાન વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ પર આર્યને તેની પ્રથમ વેબ સિરીઝ પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ પૂર્ણ કરી લીધી છે અને તે તેનું નિર્દેશન શરૂ કરવા માટે તૈયાર છે. આ બાબતે તેને એક પોસ્ટ કરી ચાહકોને માહિતગાર કર્યા હતા. જેના પર શાહરૂખાન ખાન, ગૌરી ખાન સહિત અને બોલિવૂડ સેલેબ્સે કોમેન્ટ કરી શુભેચ્છા પાઠવી હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
