શોધખોળ કરો

7 દિવસમાં 700 કરોડ પાર કરી 2024 ની સૌથી મોટી ભારતીય ફિલમ બની પ્રભાસની Kalki 2898 AD 

આ ફિલ્મ દરરોજ તેની કમાણીના નવા આંકડા બનાવી રહી છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

કલ્કીને બોક્સ ઓફિસ પર આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે. આ ફિલ્મ દરરોજ તેની કમાણીના નવા આંકડા બનાવી રહી છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 400 કરોડ રૂપિયાનો નેટ આંકડો પાર કરી લીધો છે. તેના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વૈશ્વિક અને સ્થાનિક વર્ઝનમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી.

બાહુબલી 2 પછી નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ કલ્કી પ્રભાસની કારકિર્દીની બીજી સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મે શરૂઆતના દિવસે તમામ ભાષાઓ સહિત કુલ રૂ. 98 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે વિશ્વભરમાં તેણે 191 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મે બીજા દિવસે 65 કરોડની કમાણી કરી હતી

ત્રીજા દિવસે 75 લાખ 77 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પહેલા વીકએન્ડ એટલે કે ચોથા દિવસે ફિલ્મે 90 કરોડ 65 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

આ રીતે, ફિલ્મનું કુલ કલેક્શન 324 કરોડ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે જ્યારે તેનું વર્લ્ડવાઈડ  કલેક્શન 555 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

છઠ્ઠો દિવસ- 30 કરોડ 30 લાખ

સાતમો દિવસ - 24 કરોડ 25 લાખ રૂપિયા

'કલ્કી' હિન્દીએ ભારતમાં તેના પ્રથમ સપ્તાહમાં 162.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ કિસ્સામાં, ફિલ્મે 'ફાઇટર'ના પ્રથમ સપ્તાહના બિઝનેસને પાછળ છોડી દીધો છે. ફાઈટરે પહેલા અઠવાડિયામાં 146.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'ફાઇટર'એ વિશ્વભરમાં 358.89 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ હિસાબે આ ફિલ્મ અત્યાર સુધીની વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક હતી. 'કલ્કિ 2898 એડી'એ આ આંકડો પાર કર્યો છે. નિર્માતાઓએ જાહેરાત કરી કે છઠ્ઠા દિવસે જ ફિલ્મે 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો

દંગલ - 2070 કરોડ

બાહુબલી- 1788 કરોડ

RRR- 1230 કરોડ

KGF 2- 1215 કરોડ

જવાન- 1160 કરોડ

પઠાણ -  1055 કરોડ

એનિમલ - 917

‘કલ્કી 2898 એડી’ એ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. વાત કરીએ ફિલ્મના નિર્માણ ખર્ચ અંગે તો 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસ સિવાય અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી સહિતના ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Embed widget