શોધખોળ કરો
Advertisement
Coronavirus Trailer: રામ ગોપાલ વર્માની ફિલ્મ કોરોના વાયરસનું ટ્રેલર લૉન્ચ, આ પ્લેટફોર્મ પર જલ્દી થશે રિલીઝ
ખાસ વાત છે કે, રામ ગોપાલ વર્માની આ ફિલ્મનુ નામ અને થીમ તમને ચોંકાવી દેશે. આ ફિલ્મનું નામ 'કોરોના વાયરસ' છે, અને ફિલ્મની થીમ આ મહામારીની આસપાસ ફરી રહી છે
મુંબઇઃ દેશ-દુનિયામાં ફેલાયેલી મહામારી કોરોના વાયરસથી દરેક ખુણો પ્રભાવિત થયો છે, સામાન્ય માણસથી લઇને બૉલીવુડ સેલેબ્સ લૉકડાઉનના કારણે પોતાના ઘરમાં બંધ છે. ત્યારે આ બધાની વચ્ચે ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ પોતાની આગામી લેટેસ્ટ ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ કરી દીધુ છે.
ખાસ વાત છે કે, રામ ગોપાલ વર્માની આ ફિલ્મનુ નામ અને થીમ તમને ચોંકાવી દેશે. આ ફિલ્મનું નામ 'કોરોના વાયરસ' છે, અને ફિલ્મની થીમ આ મહામારીની આસપાસ ફરી રહી છે.
રામ ગોપાલ વર્મા આ ફિલ્મના પ્રૉડ્યૂસર છે, અને અગસ્ત્ય મંજૂએ આને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ તેલુગુમાં બની છે, ફિલ્મનુ ટ્રેલર ચાર મિનીટથી વધુનુ છે. આમાં અગસ્ત્ય મંજૂએ જ લીડ રૉલ નિભાવ્યો છે. ફિલ્મને શ્રેયસ ઇટી એપ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટ્રેલરમાં અંતમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના પર આધારિત આ દુનિયાની પહેલી ફિલ્મ છે. પણ કેનેડાઇ નિર્દેશક મુસ્તફા કેશવારી એપ્રિલમાં જ કોરોના નામની બનાવી ચૂક્યા છે.
ફિલ્મના ટ્રેલર લૉન્ચ કરવા દરમિયાન રામ ગોપાલ વર્માએ સોશ્યલ મીડિયા પર કહ્યું કે, ફિલ્મની કહાની લૉકડાઉન પર આધારિત છે, અને આને લૉકડાઉન દરમિયાન જ શૂટ કરવામાં આવી છે. તે સાબિત કરવા માંગતા હતા કે તેમના કામને કોઇ નથી રોકી શકતુ પછી તે ભગવાન હોય કે કોરોના. ઉપરાંત તેમને કહ્યું કે, કોરોના વાયરસ હૉરર ફિલ્મ નથી, પણ આ હૉરર મહામારી વિશે જેના વિશે આપણા નેતા અને બ્યૂરોક્રેટ્સ જાણે છે, અને અમે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion