Bhushan Kumar Rape Case: T-Seriesના માલિક ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો
પીડિતા એ પણ આરોપ લગાવ્યો કે, ભૂષણ કુમારે તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
Bhushan Kumar Rape Case: ટી સીરીઝ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો છે. ભૂષણ કુમાર વિરૂદ્ધ આ રેપ કેસ મુંબઈના ડીએન નગર પોલિસ સ્ટેશનમાં નોંધાયો છે. આરોપ છે કે, ભૂષણ કુમારે ટી સીરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપીને 30 વર્ષની એક યુવતી પર બળાત્કાર કર્યો. પીડિતા એ પણ આરોપ લગાવ્યો કે, ભૂષણ કુમારે તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
મહિલાએ આરોવ લગાવ્યો કે ત્રણ અલગ અલગ જગ્યાએ તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે. પીડિતાએ દાવો કર્યો છે કે, 2017થી 2020નની વચ્ચે તેની સાથે આ જગ્યાઓ પર રેપ કરવામાં આવ્યો હતો. પીડિતાએએ પણ આરોલ લગાવ્યો કે, ભૂષણ કુમારે તેની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ભૂષણ કુમાર માત્ર T-seriesના મેનેજિંગ ડાયરેક્ટર જ નથી પરંતુ તે અનેક મોટી ફિલ્મોમાં પ્રોડક્શન પણ સંભાળતા હતા.
ભૂષણ કુમાર મ્યૂઝિક કંપની ચલાવવા ઉપરાંત સુપરહિટ ફિલ્મોના પ્રોડ્યૂસર પણ રહી ચૂક્યા છે. વર્ષ 2001માં ભૂષણ કુમારે ફિલ્મ તુમ બિનનું પ્રોડક્શન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ઇન્ડસ્ટ્રીઝને અનેક સુપરહિટ ફિલ્મો આપી. ભૂલ ભુલૈયા (Bhool Bhulaiyaa), આશિકી 2 (Aashiqui), સનમ રે (Sanam Re), ઓલ ઈઝ વેલ (All is Well), સરબજીત (Sarabjit), બાદશાહો (Sarabjit), તુમ્હારી સુલુ (Tumhari Sulu), ભારત (Bharat) અને સત્યમેવ જયતે (Satyamev Jayate) જેવી અનેક ફિલ્મોનું પ્રોડક્શન પણ ભૂષણ કુમારે કર્યું છે.