શોધખોળ કરો

Samantha Ruth Prabhuએ બિમારીના કારણે એક્ટિંગમાંથી લીધો બ્રેક? વરુણ ધવનની 'સિટાડેલ'માંથી પણ બહાર!

Samantha Ruth Prabhu Quits Citadel: અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને રાજ અને DKની ફિલ્મ 'સિટાડેલ'માંથી બહાર કરવામાં આવી છે.

Samantha Ruth Prabhu: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ક્વીન સામંથા રૂથ પ્રભુ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સામંથાએ 'સિટાડેલ'માંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે. સામંથાએ પોતાની બીમારીના કારણે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં સામંથાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે માયોસિટિસ નામની બીમારીથી પીડિત છે. હવે જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો ડોક્ટર્સે સામંથાને આગામી ત્રણ મહિના માટે એક્ટિંગમાંથી બ્રેક લેવાની સલાહ આપી છે.

ડોક્ટરે સામંથાને આરામની સલાહ આપી 

મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હવે રાજ અને ડીકેની વેબ સિરીઝનો ભાગ નથી. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ડોક્ટરે સામંથાને તેની બીમારીને પગલે આગામી ત્રણ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જણાવી દઈએ કે આ સીરીઝમાં સામંથાની સાથે એક્ટર વરુણ ધવન પણ લીડ રોલમાં હતો. નોંધપાત્ર રીતે સિટાડેલ એ એક અમેરિકન સીરિઝ છે. જેના માટે વરુણ ધવન અને સામંથાને ભારતીય સ્પિન-ઓફ માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ચોપરા, રિચર્ડ મેડન અને સ્ટેનલી સિટાડેલના ગ્લોબલ વર્ઝનમાં જોવા મળશે.

સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં જ ફિલ્મ 'યશોદા'માં જોવા મળી હતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ તાજેતરમાં જ ફિલ્મ 'યશોદા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સામંથાનો જોરદાર એક્શન અવતાર ચાહકોને પસંદ આવ્યો હતો. પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી આ ફિલ્મને ક્રિટિક્સે પણ શાનદાર રિવ્યુ આપ્યા છે. આ સિવાય તે તેલુગુ સુપરસ્ટાર દેવ મોહનની ફિલ્મ શાકુંતલમમાં પણ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનો સામંથાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો.  જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ સામંથા અભિનેતા વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ 'ખુશી'માં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget