દુનિયાભરમાં 'Pathaan'ની ચર્ચા, પાકિસ્તાની પત્રકારને થઈ ઈર્ષા! કહ્યું- ડબ્બો છે ફિલ્મ
Pathaan Movie: દુનિયાભરના લોકો શાહરુખના વખાણ કરતા થાકતા નથી ત્યાં પાકિસ્તાની પત્રકારે ફિલ્મ પઠાણને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી ન હતી.
Pathaan: ધમાકેદાર કમબેક શું હોય છે તે શાહરુખ ખાને બતાવી દીધું છે. પઠાણની એન્ટ્રી સાથે કિંગ ખાને સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. સર્વત્ર પઠાણનો પડઘો સંભળાઇ રહ્યો છે. ચાહકો કિંગ ખાનને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે એટલા ઉત્સુક છે કે તેઓ ટિકિટ બારી બહાર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. દુનિયાભરના ફેન્સ શાહરૂખના ફોલોઅર્સ બની ગયા છે. જો કે આપણાં દરેક ઉત્સાહમાં ઈર્ષા કરનાર પાકિસ્તાન આ વખતે પણ એ જ રાગ આલાપી રહ્યું છે. બધાને ફિલ્મ પઠાણ ગમી અને સૌ કોઈએ વખાણ પણ કર્યા પરંતુ પાકિસ્તાનના એક પત્રકારને પઠાણ ફિલ્મ ના ગમી અને તેને ખરુંખોટું સાંભળવવાનું શરૂ કરી દીધું
પાકિસ્તાની પત્રકારે પઠાણને શરમજનક ગણાવી
હા, પાકિસ્તાની પત્રકાર આઝમ રહેમાને એક ટ્વીટ દ્વારા પઠાણને શરમજનક ફિલ્મ ગણાવી છે. તેનું કહેવું છે કે પઠાણને હોલીવુડની ફિલ્મમાંથી કોપી કરવામાં આવી છે. આઝમ રહેમાને પોતાના ટ્વીટમાં લખ્યું- આ ખૂબ જ શરમજનક છે કે પઠાણ જેમ્સ બોન્ડની સ્કાયફોલ, નો વે ટુ ડાઈની કોપી છે અને મલ્ટીવર્સનો આઈડિયા હોલીવુડમાંથી કોપી કરવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આખી ફિલ્મ એક બોક્સ છે. પત્રકારે પોતાના ટ્વિટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમને પણ ટેગ કર્યા છે. પઠાણની જબરદસ્ત કમાણી અને કિંગ ખાન માટે ચાહકોનો પ્રેમ જોઈને સોનુ સૂદે શાહરૂખ ખાન પાસે પાર્ટીની માંગણી કરી હતી. સોનુ સૂદે ટ્વીટમાં શાહરૂખ ખાનને ટેગ કરીને લખ્યું- ભાઈ પાર્ટી ક્યાં છે?પાકિસ્તાની પત્રકારે સોનુ સૂદના ટ્વીટનો જવાબ આપ્યો અને પઠાણને શરમજનક ગણાવી. પત્રકારની વાત પરથી સ્પષ્ટપણે જણાય છે કે આખી દુનિયામાં પઠાણની જે ચર્ચા થઈ રહી છે તેનાથી તેને ખૂબ જ ઈર્ષ્યા થઈ રહી છે.
બોક્સ ઓફિસ પર પઠાણની ધમાલ
પઠાણની વાત કરીએ તો પઠાણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર પઠાણે પહેલા દિવસે 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે પઠાણ શાહરૂખ ખાનની અત્યાર સુધીની સૌથી મોટી નોન-હોલિડે ઓપનર ફિલ્મ બની ગઈ છે.
Where is the party bhai @iamsrk ❤️ #Pathan
— sonu sood (@SonuSood) January 25, 2023