Sheezan Khanએ બ્રેકઅપના દિવસે Tunisha Sharmaને માર્યો હતો લાફો, એક્ટ્રેસે રોતા રોતા માતાને કહ્યું-મારો ઉપયોગ થયો
Tunisha Sharma Death Case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા બાદ તેની માતા વનિતા શર્માએ શિઝાન ખાન પર આરોપ લગાવ્યો છે કે તેણે બ્રેકઅપના દિવસે એક્ટ્રેસ પર હાથ ઉઠાવ્યો હતો.
Tunisha Sharma Death Case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસનું રહસ્ય દિવસેને દિવસે જટિલ બની રહ્યું છે. તુનિષાની માતા વનિતા શર્મા એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ શિઝાન ખાન પર ગંભીર આરોપ લગાવી રહી છે. અગાઉ તેની માતાએ શિઝાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ગત રોજ પોલીસને આપેલા નિવેદનમાં તેણે કહ્યું હતું કે શિઝાન ડ્રગ્સ પણ લે છે. હવે તુનિષાની માતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે શિઝાને બ્રેકઅપના દિવસે તેની પુત્રીને થપ્પડ મારી હતી.
શિઝાનને તુનિષા સાથે ઝઘડો થયો હતો
તુનિષાની માતાએ હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે શિઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીની માતાએ કહ્યું, “હું સમજી શકતી નથી કે તે છેલ્લી 15 મિનિટમાં (આત્મહત્યા પહેલા) શું થયું કે તેણે આ આઘાતજનક પગલું ભર્યું. તુનિષા આત્મહત્યા કરી શકે જ નહી. તેમની વચ્ચે ઝઘડો થતો હતો. તેઓ વચ્ચે મારપીટ થતી હતી. તેમાં હું કઈ કહી શકતી નથી. પરંતુ. પરંતુ જે દિવસે બ્રેકઅપ થયું તે દિવસે શિઝાને મારી દીકરીને થપ્પડ મારી હતી. તે ખૂબ જ રડી હતી અને મને કહ્યું હતું કે મારો ઉપયોગ થયો છે. મારી સાથે દગો થયો છે. તુનિષાની માતાએ પણ આ કેસમાં શિઝાનના પરિવારના સભ્યોને આરોપી ગણાવ્યા છે. આટલું જ નહીં, તેની માતાનો આરોપ છે કે શિઝાન મારી દીકરી પર ધર્મપરિવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
શું છે તુનિષા શર્મા આત્મહત્યા કેસ?
તમને જણાવી દઈએ કે તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મૃત્યુના 15 મિનિટ પહેલા શિઝાન સાથે વાત કરી રહી હતી. તેની માતાએ વાલિવ પોલીસ સ્ટેશનમાં શિઝાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શિઝાન હજુ પણ કસ્ટડીમાં છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ સિવાય સુસાઈડ સ્પોટ પરથી તુનીષાનો એક પત્ર પણ મળ્યો છે, જેમાં તુનીષાએ શિઝાન માટે લખ્યું હતું કે, "તે (શિઝાન) મને મળીને ધન્ય છે." આ સાથે તેણે હાર્ટ શેપ પણ બનાવ્યું હતું એટલું જ નહીં ઘટનાસ્થળેથી આઇફોન પણ મળી આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કેસનો ભેદ ક્યારે ઉકેલાશે.