શોધખોળ કરો

Shehzada Trailor Out: 'અબ વનવાસ ખતમ’ Kartik Aaryanની ‘શહજાદા’નું ધાંસૂ ટ્રેલર રિલીઝ

Shehzada: કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર આજે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કાર્તિક પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

Shehzada Trailer Out: કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર આજે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. ફરી એકવાર કાર્તિક અને કૃતિ સેનનની જોડી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. સામાન્ય લોકો પાસે પહોંચીને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર ખૂબ જ દમદાર લાગે છે. કાર્તિક અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવન કરી રહ્યા છે. 'શહેજાદા' એ અલ્લુ અર્જુનની 'આલા વૈકુંઠપુરરામુલુ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. કાર્તિક અને કૃતિ લોન્ચ ઇવેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યા હતા. કાર્તિક ઓલ બ્લેક લુકમાં દેખાયો હતો જ્યારે કૃતિએ રેડ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્રેલર ઇવેન્ટ દરમિયાન કાર્તિક સ્કૂટી પર જ પોતાનો સ્વેગ બતાવતો જોવા મળ્યો હતો.

ફુલ એક્શન પેક્ડ હૈ શહેજાદા ટ્રેલર

કાર્તિક અને કૃતિ સેનનની ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર સંપૂર્ણ એક્શનથી ભરપૂર છે. ટ્રેલરની શરૂઆતમાં, એક્શન સાથે કાર્તિકના અવાજમાં એક ડાયલોગ સંભળાય છે કે, ‘જબ પરિવાર કી બાત અતિ હૈ તો હમ ડિસ્કશન નહી એક્શન કરતે હૈ’ આ પછી પરેશ રાવલ કાર્તિક આર્યનના પિતાની ભૂમિકામાં દેખાય છે. જે કહે છે કે આ ને બાઉન્સર બનવું છે કે લોયર.  ટ્રેલરમાં કાર્તિક પણ કૃતિ સેનનને ઇમ્પ્રેસ કરતો જોવા મળે છે. બંનેની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જબરદસ્ત લાગી રહી છે. એકંદરે ટ્રેલર જોઈને સમજાય છે કે ફિલ્મ એક્શન, કોમેડી, રોમાન્સથી ભરપૂર છે. એટલે કે શહજાદા પાસેથી દર્શકોને મનોરંજનનો જબરદસ્ત ડોઝ મળવાનો છે.

ટ્રેલર રિલીઝ પહેલા કાર્તિક ભગવાનને પ્રાર્થના કરે છે

ટ્રેલર રિલીઝ થતા પહેલા કાર્તિકે ઈન્સ્ટા પર એક તસવીર પણ શેર કરી હતી. તસવીરમાં તે ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરતો જોવા મળે છે.

'શહેજાદા'ના ટ્રેલર માટે મેકર્સે કરી ખાસ તૈયારીઓ

તમને જણાવી દઈએ કે 'શહજાદા'ના નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલર લોન્ચને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી છે. 'શહજાદા'ના ટ્રેલર રિલીઝ પ્રસંગે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત 12મી જાન્યુઆરીએ મુંબઈમાં ટ્રેલર લોન્ચ સાથે થઈ છે. આ પછી, 13 જાન્યુઆરીએ, 'શહજાદા'ની સ્ટાર કાસ્ટ કાર્તિક આર્યન અને કૃતિ સેનન જલંધરમાં લોહરીની ઉજવણી સાથે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. છેલ્લે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસરે કચ્છમાં 'શહેજાદા'નું ટ્રેલર રિલીઝ થશે. જણાવી દઈએ કે ફિલ્મ 'શહેજાદા' 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget