શોધખોળ કરો
Advertisement
સિંગર શાને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત પર ઉઠાવ્યો સવાલ, ટ્વિટ કરી કહી આ વાત
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી માત્ર સામાન્ય લોકો જ નહી પરંતું પરંતુ મનોરંજન જગતના સ્ટાર્સ પણ પરેશાન છે. હાલમાં જ બોલિવૂડ સિંગર, કમ્પોઝર શાને ક્રૂડ ઓઇલના વધેલા ભાવો અંગે ટ્વીટ કરીને સરકારને મોટો સવાલ પૂછ્યો છે.
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી માત્ર સામાન્ય લોકો જ નહી પરંતું પરંતુ મનોરંજન જગતના સ્ટાર્સ પણ પરેશાન છે. હાલમાં જ બોલિવૂડ સિંગર, કમ્પોઝર શાને ક્રૂડ ઓઇલના વધેલા ભાવો અંગે ટ્વીટ કરીને સરકારને મોટો સવાલ પૂછ્યો છે. સિંગરનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમજ ચાહકો પણ આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
સિંગર શાને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પ્રતિક્રિયા આપી છે. શાને ટ્વિટર પર લખ્યું, 'સરકાર પેટ્રોલ પર જીએસટી કેમ નથી લાવતી ? પેટ્રોલ પર આટલો મોટો ટેક્સ કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે ? આનો કોઈ યોગ્ય જવાબ છે. કૃપા કરી કોઈ મને આ સમજવામાં મદદ કરે. 'લોકો સિંગરની ટ્વિટ પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તો કેટલાક યુઝર્સ તેની પોતાના અંદાજમાં શાનને આ સમસ્યાનું સમાધાન કહેતા જોવા મળ્યા છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.47 રૂપિયા અને ડીઝલની કિંમત 88.60 રૂપિયા છે. પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવથી સામાન્ય લોકો પરેશાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત છે. બ્રેંટ ક્રૂડ 66 ડોલર પ્રતિ બેરલની ઉપર છે અને ડબલ્યુટીઆઈનો ભાવ 63 ડોલર ઉપર છે. ઉત્પાદનમાં કાપ અને માંગમાં વધારાના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. થોડા દિવસની રાહત બાદ ફરી આજે ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો છે. કિંમતમાં સતત વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.47 રૂપિયા પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion