Singham Again: અજય દેવગણની ફિલ્મમાં નથી કાંઇ ખાસ, આ છે 10 મોટી ખામીઓ
Singham Again: જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો અગાઉથી જાણી લો કે તમને તેમાં કેટલી ખામીઓ જોવા મળશે

Singham Again Mistakes: ચાહકો અજય દેવગનની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. અજયની ફેન ફોલોઈંગ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. આજે તેની ફિલ્મ ‘સિંઘમ અગેન’ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ટ્રેડ વિશ્લેષકોને આ ફિલ્મમાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેના કારણે સિંઘમ અગેનને સોશિયલ મીડિયા પર વધુ રિસ્પોન્સ નથી મળી રહ્યો. જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો અગાઉથી જાણી લો કે તમને તેમાં કેટલી ખામીઓ જોવા મળશે.
1- દરેક ફિલ્મની વાર્તા તેના માટે ખૂબ મહત્વની છે. જો તેમાં કોઈ દમ ના હોય તો ફિલ્મ ફ્લોપ થઈ જાય છે. સિંઘમ અગેનની વાર્તામાં કંઈ નવું નથી. વાર્તા રામાયણ પર આધારિત છે. આમાં અનેક પ્રકારના સંદર્ભો લેવામાં આવ્યા છે.
2- રોહિત શેટ્ટીની અગાઉની સિંઘમ દેશી હતી અને તેથી જ તે દિલને સ્પર્શી ગઈ હતી પરંતુ આમાં મસાલા અને સ્ટાર્સ જબરદસ્તીથી ઉમેરવામાં આવ્યા છે. જે લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ સાબિત થઇ નથી
3- જો આપણે સિંઘમ અગેનમાં અજય દેવગનના અભિનયની વાત કરીએ તો તેણે સારું કામ કર્યું છે. તેમના અભિનયમાં કંઈ નવું કે ખાસ નહોતું.
4- અર્જુન કપૂરે ખલનાયક બનવાની ઘણી કોશિશ કરી પરંતુ તે પોતાની અસર છોડી શક્યો નથી. તે લોકોમાં ભય પેદા કરી શક્યો નહીં. આ ફિલ્મની સૌથી મોટી ખામી છે.
5- ફિલ્મમાં દીપિકા પાદુકોણનો રોલ પણ વધારે નથી. ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું હતું તેના કરતાં ફિલ્મમાં તેનાથી થોડું વધારે બતાવવામાં આવ્યું છે.
6- રોહિત શેટ્ટીએ બેશક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવી છે પરંતુ સ્ટાર્સની એક્ટિંગ કંઈ ખાસ નથી. અક્ષય કુમાર અને કરીના કપૂરે આ ફિલ્મમાં કંઈ કમાલ કર્યો નથી.
7- સિંઘમ અગેનમાં કોઈ મોટો ટ્વિસ્ટ નથી. જબરદસ્તીથી મસાલો ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રોહિત શેટ્ટીની ફિલ્મો એક્શન માટે જાણીતી છે પરંતુ તેમાં પણ કંઈ ખાસ કરવામાં આવ્યું નથી.
8- રોહિત શેટ્ટી તેના શાનદાર ડિરેક્શન માટે જાણીતા છે પરંતુ તેણે સિંઘમ અગેનમાં ખૂબ જ એવરેજ ડિરેક્શન કર્યું છે. તેની ફિલ્મોમાં હંમેશા વ્હિસલ બ્લોઇંગ સીન્સ હોય છે પરંતુ આ વખતે એવું કંઈ નથી.
9- ફિલ્મમાં કંઈપણ નવું ન હોવાને કારણે તેના બોક્સ ઓફિસ કલેક્શનને ઘણી અસર થઈ રહી છે. જો તમે અજય દેવગનના ફેન હોવ તો જ તમે આ ફિલ્મ જોઈ શકો છો.
10- રણવીર સિંહની કોમિક ટાઈમિંગ જ લોકોને થિયેટર્સમાં લઇ જશે. તેના સિવાય અન્ય કોઈ ખાસ કંઈ કરતા જોવા મળ્યા નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
