શોધખોળ કરો

Vijay Devarakonda: ED સામે હાજર થયો સાઉથનો આ સુપરસ્ટાર, જાણો શું છે મામલો

Vijay Devarakonda Appeared Before ED:  દક્ષિણ અભિનેતા વિજય દેવરકોંડા તેની તાજેતરની રિલીઝ ફિલ્મ 'Liger' માટે પૈસાના સોર્સિંગ સંબંધિત FEMA તપાસના સંબંધમાં બુધવારે હૈદરાબાદમાં ED સમક્ષ હાજર થયો હતો.

Vijay Devarakonda Appeared Before ED:  દક્ષિણ અભિનેતા વિજય દેવરકોંડા તેની તાજેતરની રિલીઝ ફિલ્મ 'Liger' માટે પૈસાના સોર્સિંગ સંબંધિત FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) તપાસના સંબંધમાં બુધવારે હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયો હતો. ED મલ્ટિલિંગુઅલ ફિલ્મ 'Liger'ના સંબંધમાં કથિત ચૂકવણી અને ભંડોળના સોર્સિંગની તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિજય દેવેરાકોંડા પાસેથી ફિલ્મ માટેના ભંડોળના સ્ત્રોત, તેમને કરવામાં આવેલી ચૂકવણી અને અમેરિકન બોક્સર માઈક ટાયસન સહિત અન્ય કલાકારો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

EDએ ફિલ્મના નિર્દેશકની પૂછપરછ કરી છે

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી, 'લાઈગર' ફિલ્મના રોકાણકારોમાં ફંડને લઈને ઘણી શંકા રહેલી છે. EDએ હાલમાં જ તેના ડિરેક્ટર પુરી જગન્નાથ અને તેની બિઝનેસ પાર્ટનર ચાર્મી કૌરની લગભગ 12 કલાક પૂછપરછ કરી હતી.

'લાઈગર' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી

'લાઈગર' એક સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ હતી, જેનું શૂટિંગ મેનલી યુએસ (લાસ વેગાસ)માં રૂપિયા 125 કરોડથી વધુના બજેટ સાથે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન માઈક ટાયસન પણ હતા. જોકે, ફિલ્મ રિલીઝ થતાં જ નિષ્ફળ રહી હતી. પૈન-ઈન્ડિયા ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી હોવા છતાં, લાઈગર તેના થિયેટર રન પર ભારતીય બોક્સ ઓફિસ પર તેના બજેટનો માત્ર અડધો ભાગ વસૂલવામાં સફળ રહી.

કોંગ્રેસ નેતાની ફરિયાદ પર EDએ તપાસ શરૂ કરી

કોંગ્રેસના નેતા બક્કા જુડસને ફિલ્મમાં શંકાસ્પદ રોકાણ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. બક્કા જુડસને ફરિયાદમાં કહ્યું હતું કે રાજકારણીએ પણ 'લાઈગર'માં નાણાં રોક્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રોકાણકારો માટે તેમના કાળા નાણાને વ્હાઈટમાં ફેરવવાનો આ સૌથી સરળ રસ્તો છે. તો બીજી તરફ, તપાસ એજન્સીને શંકા છે કે ઘણી કંપનીઓએ ફિલ્મ મેકર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. હાલમાં ED તપાસ કરી રહી છે.

 રવીના ટંડન વિવાદોમાં ફસાઈ

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું નામ મધ્યપ્રદેશના સાતપુરા ટાઈગર રિઝર્વમાં ફોટો અને વીડિયોગ્રાફી કરવા માટે હેડલાઈન્સમાં છે. રવિનાએ બુધવારે જણાવ્યું હતું કે તે વન વિભાગ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત જીપમાં મુસાફરી કરી રહી હતી, જે નિયુક્ત "પ્રવાસી માર્ગ" પર ચાલી રહી હતી. તેનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સાતપુરા ટાઇગર રિઝર્વના અધિકારીઓએ એક વીડિયો સામે આવ્યા બાદ મામલાની તપાસ શરૂ કરી છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સફારી દરમિયાન રવીનાનું વાહન સંરક્ષિત વિસ્તારમાં એક વાઘની નજીક આવી ગયું હતું.

રવિના 22 નવેમ્બરે અભયારણ્ય ગઈ હતી. તેણીએ ટ્વીટ કર્યું કે તે વન વિભાગ દ્વારા ફાળવેલ ગાઈડલાઇન્સ અને ડ્રાઇવરો સાથે સફારી પર ગઈ હતી. સ્થાનિક ન્યૂઝ ચેનલનો 25 નવેમ્બરનો વીડિયો રિપોર્ટ શેર કરતાં રવિનાએ ટ્વીટ કર્યું કે, "ડેપ્યુટી રેન્જરની મોટરસાઇકલ પાસે વાઘ આવ્યો હતો." તેણે કહ્યું, “વાઘ ક્યારે અને કેવી પ્રતિક્રિયા આપશે તે કોઈ કહી શકતું નથી. તે વન વિભાગનું લાઇસન્સ પ્રાપ્ત વાહન હતું, તેની સાથે એક માર્ગદર્શક અને ડ્રાઇવર હતો જે તેમની મર્યાદાઓ અને કાયદેસરતાઓથી સંપૂર્ણપણે વાકેફ હતા.” રવિનાએ કહ્યું કે તે અને તેના સહ-પ્રવાસીઓ શાંતિથી બેઠા અને વાઘણને આગળ વધતા જોતાં હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Ration: ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Aadhaar New Rule: આ ડોક્યૂમેન્ટ વગર આધાર નહીં થાય અપડેટ, UIDAI એ જાહેર કર્યું લિસ્ટ, જાણી લો
Aadhaar New Rule: આ ડોક્યૂમેન્ટ વગર આધાર નહીં થાય અપડેટ, UIDAI એ જાહેર કર્યું લિસ્ટ, જાણી લો
Embed widget