શોધખોળ કરો
Advertisement
સુશાંત કોના કારણે દવાઓ લેતો થયો ને કેમ બદલાઇ ગયુ તેનુ વર્તન, સુશાંતના ટ્રેનરે કર્યો મોટો ખુલાસો
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, અભિનેતા સુશાંતે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલીક રહસ્યમયી દવાઓ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. સમી અહેમદનો દાવો છે કે, તેના કારણે જ સુશાંતનુ સ્વાસ્થ્ય બગડ્યુ, અને પગ કાંપવા લાગ્યા હતા. ત્યારબાદ તે બરાબર ન હતો લાગી રહ્યો
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા દાવા, ખુલાસો અને નિવેદનો સામે આવી રહ્યા છે. સુશાંતની મોત એક રહસ્ય બની ગયુ છે. બે રાજ્યો મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. ત્યારે સુશાંતના ટ્રેનરે આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
છેલ્લા કેટલાય સમયથી સુશાંત સિંહ રાજપૂતના ટ્રેનર રહેલા સમી અહેમદે તાજેતરમાં જ સુશાંત, રિયા અને સુશાંતની દવાઓ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, અભિનેતા સુશાંતે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલીક રહસ્યમયી દવાઓ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. સમી અહેમદનો દાવો છે કે, તેના કારણે જ સુશાંતનુ સ્વાસ્થ્ય બગડ્યુ, અને પગ કાંપવા લાગ્યા હતા. ત્યારબાદ તે બરાબર ન હતો લાગી રહ્યો.
સમી અહેમદએ કહ્યું કે જ્યારથી તેને રિયા ચક્રવર્તીને ડેટ કરવાનુ શરૂ કર્યુ ત્યારેથી તેને વ્યવહાર બદલાઇ ગયો હતો. અભિનેતાએ પહેલા ક્યારેય ગોળીઓ ન હતી લીધી અને રિયાના આવ્યા બાદ તેને દવાનો કોર્સ ચાલુ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા પટનામાં રિયા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement