શોધખોળ કરો
Advertisement
મીડિયા ટ્રાયલના મુદ્દે રિયાના સપોર્ટમાં ઉતરી આ અભિનેત્રી, બોલી- ભારતીય મીડિયા પર શરમ આવે છે
હાલમાં મીડિયામાં સુશાંત કેસ અને રિયાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ડ્રગ્સથી લઇને ડ્રગ્સ માફિયાઓ અને હત્યા વિશે અનેક વાતો સામે આવી રહી છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હાલના સમયે ખુબ ચર્ચામાં છે. સુશાંતના પિતાએ લગાવેલા આરોપો બાદ રિયા ચક્રવર્તી વિરુદ્ધ સીબીઆઇ, ઇડી અને હવે એનસીબીએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે બીજીબાજુ મીડિયા દ્વારા સુશાંત કેસમાં રિયાને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે રિયાએ કહેલુ કે મારી સામે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યાં છે. આ મુદ્દે રિયાના સપોર્ટમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર આવી છે.
આ મામલે બૉલીવુડ એક્ટ્રે્સ સ્વરા ભાસ્કરે પ્રતિક્રિયા આપી છે. સ્વરા ભાસ્કરે નારાજગી વ્યક્ત કરતા કેસની સરખામણી કસાબ કેસ સાથે કરી દીધી છે. સ્વરાએ લખ્યુ- મને નથી લાગતુ કે કસાબ મીડિયામાં આ રીતે વિચ હન્ટને વિષય બનતો,જેવી રીતે રિયા ચક્રવર્તીને મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય મીડિયા પર શરમ આવે છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ સ્વરા ભાસ્કરે રિયા ચક્રવર્તીનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા તેને લખ્યું- રિયાને એક વિચિત્ર અને ખતરનાક રીતે મીડિયા ટ્રાયલનો શિકાર બનાવવામાં આવી રહી છે, જેનુ નેતૃત્વ એક ભીડતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હુ આશા રાખુ છુ કે માનનીય સુપ્રીમ કોર્ટ આને ધ્યાનમાં લેશે, અને ફેક ન્યૂઝ બનાવનારાઓ અને કાવતરા ભરી કહાનીઓની રચના કરનારા રિપૂપલિક, પૂપઇન્ડિયા અન્ય પર લગામ લગાવશે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં પોતાની એક એફિડેવિટ દાખલ કરતા લખ્યુ હતું કે, મીડિયાએ રિયાને પહેલાથી દોષી ઠેરવી દીધી છે. પહેલા 2જી અને આરુષિ તલવાર કેસાં જે લોકોને મીડિયાએ પોતાના તરફથી દોષી ઠેરવ્યા હતા, તે લોકો પછીથી નિર્દોષ સાબિત થયા હતા. સુશાંત બાદ પણ કેટલાક અભિનેતાઓએ આત્મહત્યા કરી છે, પરંતુ મીડિયાની દિલચસ્પી આ કેસમાં જ છે. કેસને વધારીને બતાવી રહ્યું છે. તે પહેલાથી જ પરેશાન છે, પરંતુ તેની પર્સનલ લાઇફને તમાશો બનાવી દેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement