શોધખોળ કરો
Advertisement
અજય દેવગનની ચોથી સૌથી કમાઉ ફિલ્મ બની 'તાનાજી', જાણો કેટલુ કર્યુ કલેક્શન
6 દિવસ બાદ તાનાજીએ પોતાના ખાતામાં 107 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી દીધુ છે. આની સાથે જ આ ફિલ્મ અજયની ચોથી સૌથી કમાઉ ફિલ્મ બની ગઇ છે
મુંબઇઃ અજય દેવગનની ફિલ્મ તાનાજીએ હાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવીને મુકી દીધી છે. ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે, જેના કારણે તેનુ કલેક્શન સતત વધી રહ્યું છે. કલેક્શન મામલે હવે જોઇએ તો આ ફિલ્મ અજય દેવગનની ચોથી સૌથી મોટી કમાઉ ફિલ્મ પણ બની ગઇ છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે કાજોલ અને સૈફ અલી ખાન મુખ્ય રૉલમાં છે.
તાનાજી- ધ અનસંગ વૉરિયર ફિલ્મ અજય દેવગન માટે હિટ સાબિત થઇ છે. તાનાજીએ કલેક્શનના મામલે અનેક રેકોર્ડ પણ તોડી નાંખ્યા છે. 6 દિવસ બાદ તાનાજીએ પોતાના ખાતામાં 107 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી દીધુ છે. આની સાથે જ આ ફિલ્મ અજયની ચોથી સૌથી કમાઉ ફિલ્મ બની ગઇ છે. તાનાજી બે અઠવાડિયા પહેલા જ રિલીઝ થઇ હતી.
અજયની 10 સૌથી કમાઉ ફિલ્મો......
ગોલમાલ અગેન: 206.31 કરોડ રૂપિયા
ટૉટલ ધમાલઃ 154.23 કરોડ રૂપિયા
સિંઘમ રિટર્ન્સઃ 141 કરોડ રૂપિયા
તાનાજી- ધ અનસંગ વૉરિયરઃ 107 કરોડ રૂપિયા
ગોલમાલ 3: 106.34 કરોડ રૂપિયા
સન ઓફ સરદારઃ 105.03 કરોડ રૂપિયા
રેડઃ 103.67 કરોડ રૂપિયા
દે દે પ્યાર દેઃ 103 કરોડ રૂપિયા
બોલ બચ્ચનઃ 102 કરોડ રૂપિયા
શિવાયઃ 100.35 કરોડ રૂપિયા
સિંઘમઃ 100 કરોડ રૂપિયા
રાજનીતિઃ 93 કરોડ રૂપિયા
ફિલ્મ તાનાજી- ધ અનસંગ વૉરિયર મરાઠા વૉરિયર તાનાજી માલુસરેની જિંદગી પર આધારિત છે, જે છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ હતા. તાનાજી માલુસરેની જિંદગી વિશે બહુ ઓછા લોકો જાણે છે, જેના કારણે આ ફિલ્મ દરેક વર્ગના દર્શકોને પસંદ આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement