The Family Man 2 Update: મનોજ વાજપેયી અને સામંથા અક્કીનેનીએ જીત્યો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર
જૂનમાં રિલીઝ થયેલી અમેજન પ્રાઈમ વીડિયોની વેબ સીરીઝ ધ ફેમિલી મેન 2ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. મનોજ વાજપેયી અભિનીત સીરીઝ હવે ફરી એક વખત ચર્ચામાં છે.
જૂનમાં રિલીઝ થયેલી અમેજન પ્રાઈમ વીડિયોની વેબ સીરીઝ ધ ફેમિલી મેન 2ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. મનોજ વાજપેયી અભિનીત સીરીઝ હવે ફરી એક વખત ચર્ચામાં છે. ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (IFFM) માં મનોજ વાજપેયીને ધ ફેમિલી મેન 2 માટે બેસ્ટ પરફોર્મન્સ મેલ (સીરીઝ) માટે પસંદ કરાયા છે, જ્યરે સીરીઝમાં નેગેટિવ રોલની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ સામંથા અક્કીનેનીને બેસ્ટ પરફોર્મન્સ ફીમેલ (સીરીઝ) પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કોવિડના કારણે ફિલ્મ સમારોહ ઓનલાઈન આયોજિત કરવામાં આવી રહ્યો છે. રાજ એન્ડ ડીકે નિર્દેશિત સીરીઝમાં મનોજ વાજપેયી એક કાલ્પનિક ગુપ્તર સંસ્થા T.A.S.C ના સીનિયર એનાલિસ્ટ શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવે છે, જે પારિવારિક જવાબદારી નિભાવવાની વચ્ચે ખતરનાક મિશનને અંજામ આપે છે.
સામંથા અક્કીનેનીએ ધ ફેમિલી મેન 2 સાથે વેબ સીરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યું અને તેના પરફોર્મન્સના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. બીજી સીઝનની સ્ટોરી ભારતીય પ્રધાનમંત્રીની હત્યાના કાવતરાના કાલ્પનિક પ્લોટ પર આધારિત હતી.
અમેઝન પ્રાઈમ વીડિયોની વધુ એક કલ્ટ સીરીઝ મિર્ઝાપુર 2ને બેસ્ટ વેબ સીરીઝ જાહેર કરવામાં આવી છે. આ સીરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેંદુ શર્મા, કુલભૂષણ ખરબંદા, રસિકા દુગ્ગલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સીરીઝના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટ છે.