The TATAS: જલ્દી જ ફિલ્મી પડદે દેખાશે ટાટા પરિવારની કહાની, ફિલ્મમાં 200 વર્ષનો ઈતિહાસ બતાવાશે
ટાટા પરિવાર પર બનવા જઈ રહેલી આ ફિલ્મમાં પરિવારના 200 વર્ષના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવશે.
Film On TATA Family Officeal Announcement: દેશના સૌથી જાણીતા અમીર પરિવારમાંથી એક ટાટા પરિવાર (TATA Family) વિશે હવે જલ્દી જ તમને ઘણી નજીકથી જાણવા મળશે. કારણ કે, આવનારા સમયમાં ટાટા પરિવાર પર ફિલ્મ (Film On TATA Family) બનવા જઈ રહી છે. એટલું જ નહી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ટાટા પરિવારની આ કહાનીને તમારા સુધી પહોંચાડવા માટે ટી-સિરીઝ (ભૂષણ કુમાર) અને ઓલમાઈટી મોશન પિક્ચર્સ સાથે આવ્યા છે.
લોકોમાં દેશના જાણીતા પરિવારોની વાર્તાને લઈને ઘણી દિલચસ્પી હોય છે. એ જ કારણ છે કે, મેકર્સ અવારનવાર આવા પરિવાર કે વ્યક્તિત્વની વાર્તાઓ પર ફિલ્મો બનતી રહે છે. હવે દર્શકોને દેશના મોટા અને સદીઓ જુના બિઝનેસ પરિવારની કહાની ફિલ્મી પડદે જોવા મળશે.
200 વર્ષના ઈતિહાસની કહાનીઃ
ટાટા પરિવાર પર બનવા જઈ રહેલી આ ફિલ્મમાં પરિવારના 200 વર્ષના ઈતિહાસ વિશે જાણકારી આપવામાં આવશે. ટી-સિરીઝે સત્તાવાર રીતે જાહેરાત કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે 3 પેઢીઓથી રાષ્ટ્રના નિર્માણમાં ભાગ લેનાર દિગ્ગજ બિઝનેસમેન પરિવારની કહાનીના AV અધિકાર મેળવવા પર ગર્વ છે.
પુસ્તક પરથી બનશે ફિલ્મઃ
ટાટા પરિવાર (TATA Family) પર બનવા જઈ રહેલી આ ફિલ્મની વાર્તા વરિષ્ઠ પત્રરકાર અને લેખક ગિરીશ કુબેર (Girish Kuber)ના પુસ્તક "ધ ટાટાઝઃ હાઉ અ ફેમિલી બિલ્ટ એ બિઝનેસ એન્ડ નેશન" (The Tatas: How a Family Built a Business and a Nation) પર આધારીત હશે. ટી-સિરીઝ અને ઓલમાઈટી મોશન પિક્ચર્સે કેટલાક સમય પહેલાં પુસ્તકના રાઈટ્સ ખરીદ્યા હતા. જો કે, ફિલ્મના કાસ્ટિંગ, શૂટિંગ, રિલીઝ વગેરેની માહિતી હાલ નથી આપવામાં આવી.
આ પણ વાંચોઃ