શોધખોળ કરો

'ટાઈટેનિક' એક્ટર બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે નિધન, 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ'માં પણ બતાવી ચૂક્યા છે શાનદાર અભિનય  

હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે.

Titanic Actor Bernard Hill Dies at 79: હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1997માં રિલીઝ થયેલી 'ટાઈટેનિક' અને 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ટ્રાયોલોજીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. પ્રખ્યાત સ્કોટિશ ગાયક અને સંગીતકાર બાર્બરા ડિક્સને તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

બાર્બરા ડિક્સને શું લખ્યું છે ?

તેના એક્સ-પોસ્ટ પર આ દુઃખદ સમાચાર શેર કરતા, બાર્બરા ડિક્સને લખ્યું, "બર્નાર્ડ હિલના મૃત્યુ વિશે મને ખૂબ જ દુઃખ સાથે લખવું પડી રહ્યું છે. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના માર્વેલસ શોમાં 1974 અને 75માં સાથે કામ કર્યું હતું. ખરેખર તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમને મળવું એ એક લહાવો હતો.

આ દુઃખદ સમાચાર બાદ ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા યૂઝર્સ તેમની અભિનય કુશળતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની અભિનયની ઝીણવટ વિશે લખી રહ્યા છે.

તમણે કઈ ફિલ્મોમાં કામ કર્યું છે ?

બર્નાર્ડે 1997માં કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડી કેપ્રિયોની ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ટાઈટેનિક'માં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે આજે પણ તેના વખાણ થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' જોયું હશે તો તમને કિંગ થિયોડેનનું પાત્ર ચોક્કસથી યાદ હશે. આ ફિલ્મની ટ્રાયોલોજીમાં બર્નાર્ડ હિલે પણ આ ભૂમિકા ભજવી હતી.

ટીવી શોમાં પણ જોવા મળ્યા છે

બર્નાર્ડે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેમને તેમના 1983 ના શો 'બોયઝ ફ્રોમ ધ બ્લેકસ્ટફ' માટે બાફ્ટા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આ સિવાય તેણે BBC નાટક શ્રેણી વુલ્ફ હોલ (2015)માં પણ યાદગાર કામ કર્યું હતું. આ સિવાય તે 2008માં આવેલી ફિલ્મ વાલ્કીરી અને 2002માં આવેલી સ્કોર્પિયન કિંગમાં પણ ટોમ ક્રૂઝ સાથે જોવા મળ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?

Embed widget