Thar: હૉટ એક્ટ્રેસ Raveena Tandon ખરીદશે થાર ? આનંદ મહિન્દ્રાને ટ્વીટ કરીને આપ્યો જવાબ
આનંદ મહિન્દ્રાના આ ટ્વીટ પર રવીના ટંડને જવાબ આપ્યો અને તેમને થાર ખરીદવાની વાત કહી છે, એક્ટ્રેસે લખ્યું- સર, હું પણ હિસ્સો બની રહી છું,
Raveena Tandon Buying New Thar: બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડન લેવિશ લાઇફસ્ટાઇલની શોખીન છે, આલીશાન ઘરની સાથે સાથે ગેરેજમાં ઉભી રહેલી કિંમતી ગાડીઓ એક્ટ્રેસની આ રૉયલ લાઇફનો એક મુખ્ય ભાગ છે. રવીના ટંડન કાર કલેક્શનમાં ખુબ રૂચિ રાખે છે, હવે એક્ટ્રેસે આ ગેરેજમાં વધુ એક ગાડીની એન્ટ્રી કરવાનો ફેંસલો કર્યો છે, અને તે બીજી કોઇ નહીં આ ગાડી મહિન્દ્રા થાર છે, આ માટે રવીના ટંડને સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. દિલચસ્પ વાત એ છે કે, આ ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ પણ રિએક્શન આપ્યુ છે.
આનંદ મહિન્દ્રાનો વીડિયો વાયરલ -
મહિન્દ્ર ગૃપના ચેરમેન અને જાણીતા બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ કંઇક ને કંઇક નવુ સેર કરતા રહે છે. હવે તેમને રવીના ટંડનના એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ ‘ક્લબ મહિન્દ્રા’નું એન્ડૉર્સમેન્ટ કરતી દેખાઇ રહી છે.
વીડિયોમાં એક જગ્યાએ રવીના ટંડન કહે છે કે આ તમામ સુવિધાઓ 80 થી વધુ રિસૉર્ટમાં અવેલેબલ છે. આના પર રવીના ટંડનને ટેગ કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું- “હું અત્યાર સુધી આમાંથી 10% રિસોર્ટમાં પણ નથી ગયો, પરંતુ હવે તમે મને મનાવી લીધો રવીના ટંડન, હું મારી બેગ પેક કરી રહ્યો છું.”
Sir, me too gearing up and buying the new Thar too! 😍#tharmahindra . Learnt my driving ( and my first vehicle in college) on a Mahindra jeep and want to continue.. @anandmahindra 😄👍🏻 https://t.co/Q1CGvO7zlK
— Raveena Tandon (@TandonRaveena) August 29, 2022
નવી થાર ખરીદી રહી છે રવીના ટંડન -
આનંદ મહિન્દ્રાના આ ટ્વીટ પર રવીના ટંડને જવાબ આપ્યો અને તેમને થાર ખરીદવાની વાત કહી છે, એક્ટ્રેસે લખ્યું- સર, હું પણ હિસ્સો બની રહી છું, અને એક નવી મહિન્દ્રા થાર ખરીદવાની છુ. મે આ ગાડીથી કાર ચલાવવાનુ શીખ્યુ હતુ, અને કૉલેજના દિવસોમાં પણ મારી પાસે પહેલી ગાડી આ જ હતી, અને આ વસ્તુને હું કન્ટીન્યૂ કરવાની છું.
આ પણ વાંચો..........
China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?