શોધખોળ કરો

Prabhas Kriti Sanon Relationship: શું પ્રભાસ સાથે કૃતિ સેનન રિલેશનશિપમાં છે? વરુણ ધવને આપી હિંટ

Prabhas And Kriti Sanon Relationship: પ્રભાસ અને કૃતિ સેનન રિલેશનશિપમાં હોવાની અફવાઓ વચ્ચે વરુણ ધવને તેમની તરફ એક હિંટ આપી છે. વરુણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Varun Dhawan On Prabhas Kriti Relationship:  બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ભેડિયા' માટે ચર્ચામાં છે. 25 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે વરુણ અને કૃતિ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરુણ કૃતિને પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાનો ઈશારો કરી રહ્યો છે. આ વીડિયો ટીવીના ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'નો છે.  જ્યાં વરુણ અને કૃતિ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા. વરુણે કૃતિ વિશે કંઈક એવું કહ્યું કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને ચાહકો આ વીડિયોને જોરદાર શેર કરી રહ્યા છે.

કૃતિનું નામ કોઈના દિલમાં છે: વરુણ

આ વીડિયોમાં શોના હોસ્ટ કરણ જોહર વરુણ ધવનને પૂછે છે કે આમાં કૃતિનું નામ કેમ નથી? જે બાદ તરત જ કૃતિ પૂછે છે કે હા હું એ જ પૂછી રહી હતી કે આમાં મારુ નામ કેમ નથી. તેના જવાબમાં વરુણે તરત જ જવાબ આપ્યો કે કૃતિનું નામ કોઈના દિલમાં છે. કરણ વધુમાં પૂછે છે કે કોના દિલમાં? જેના જવાબમાં વરુણ કહે છે જે મુંબઈમાં નથી તે હાલમાં દિપીકા સાથે શૂટિંગ પર છે.વરુણ આટલું બોલ્યા પછી કૃતિ સેનન સામે જુએ છે અને બંને હસી પડે છે.

પ્રભાસ તરફ ઈશારો હતો

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યારે આ વીડિયો શેર કરતી વખતે ફેન્સ લખી રહ્યા છે કે વરુણનો ઈશારો પ્રભાસ તરફ છે. પ્રભાસ અને કૃતિ લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાને કારણે હેડલાઇન્સમાં છે. હાલમાં જ કૃતિનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે પ્રભાસને ડાર્લિંગ કહ્યો હતો.

જોકે હવે બંને ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહીં? આ વિશે બંને જ કહી શકે છે. હાલમાં બંનેમાંથી કોઈ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે, બંને વર્ષ 2023માં આવનારી ફિલ્મ 'આદિપુરુષ'માં સાથે જોવા મળવાના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Embed widget