Vikram Vedha Teaser: 'ના કોઇ ભગવાન, ના કોઇ શૈતાન...' ઋત્વિકનો કિલર સ્વેગ ને એક્શનમાં સૈફ
તામિલ મૂવી વિક્રમ વેધાના હિન્દી વર્ઝનમાં ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન લીડ રૉલમાં છે. આ મૂવીથી ઋત્વિક ત્રણ વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પાછો ફરી રહ્યો છે.
Vikram Vedha Teaser Release: 'સારા અને ખરાબ વચ્ચે ફરક કરવો તો આસાન છે, પરંતુ અહીં તો બન્ને ખરાબ છે...' 2022ની મચ અવેટેડ ફિલ્મ વિક્રમ વેધાનુ ધમાકેદાર ટીજર રિલીઝ થઇ ગયુ છે, જો તમે આ ટીજર ના જોય તો શું નથી જોયુ. 2017 માં આવેલી સુપરહિટ તામિલ ફિલ્મ વિક્રમ વેધામાં આર માધવન અને વિજય દેવરકોન્ડાએ એવુ પરફો્રમન્સ આપ્યુ કે લોકોના દિલી જીતી લીધા હતા. હવે ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર વિક્રમ અને વેધા ફરી પાછા આવી રહ્યાં છે, પણ બિલકુલ નવા અવતાર અને સ્વેગમાં.
તામિલ મૂવી વિક્રમ વેધાના હિન્દી વર્ઝનમાં ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન લીડ રૉલમાં છે. આ મૂવીથી ઋત્વિક ત્રણ વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પાછો ફરી રહ્યો છે. 1.46 સેકન્ડના આ ટીજરમાં રૂવાંડા ઉભા થઇ જશે. ટૉપ લેવલ એક્શન, દમદાર ડાયલૉગબાજી અને થ્રિલરથી ભરપુર આ ટીજર સૈફ અને ઋત્કિવના ફેન્સ માટે મોટી ટ્રીટ છે. વિક્રમ વેધાના હિન્દી વર્ઝનને પણ ઓરિજિનલ ફિલ્મ મેકર્સ પુષ્કર -ગાયત્રીએ ડાયરેક્ટ કરી છે.
ફિલ્મમાં સૈફ અલી ખાન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે તો હૃતિક દંબગ ગેંગ્સ્ટરનો રોલ પ્લે કરતો જોવા મળશે. ટીઝરના અંતમાં હૃતિક, સૈફ અલી ખાનની સામે પોતાને સરેન્ડર કરતો જોવા મળી રહ્યો છે.
મંગળવારે ટીઝરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર હતી. હૃતિક અને સૈફનું ટશન જોવા લાયક હતું. ટીઝર જોયા પછી ક્રિટિક્સ વખાણ કર્યા છે. હૃતિક રોશન અને સૈફ અલી ખાનના કામની પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રાધિકા આપટે, રોહિત શરફ, શારિબ હાશમી, યોગિતા બિહાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો.......
India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ
નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ
School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત
Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો