શોધખોળ કરો

What The Fafda: ટૂંક સમયમાં આવી રહી છે અત્યાર સુધીની સૌથી અનોખી વેબ સિરીઝ, પ્રતિક ગાંધી સહિત 40 ટોચના કલાકારો બોલાવશે બઘડાટી

What The Fafda: ગુજરાતી દર્શકો માટે શેમારૂમી નવેસરથી ખડખડાટ હાસ્યનો ડોઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી શેમારૂમી પર એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ ‘વ્હોટ ધ ફાફડા’ સ્ટ્રીમ થવાની છે,

What The Fafda: ગુજરાતી દર્શકો માટે શેમારૂમી નવેસરથી ખડખડાટ હાસ્યનો ડોઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી શેમારૂમી પર એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ ‘વ્હોટ ધ ફાફડા’ સ્ટ્રીમ થવાની છે, આ વેબસિરીઝ ધમાકેદાર હાસ્યની ગેરેંટી છે. આ વેબસિરીઝની ખાસ વાત એ છે કે ‘વ્હોટ ધ ફાફડા’માં પ્રતિક ગાંધી, સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, શ્રદ્ધા ડાંગર, નિલમ પંચાલ, ઈશાની દવે, કુશલ મિસ્ત્રી, જયેશ મોરે, જીનલ બેલાણી, મનન દવે, ભામિની ઓઝા, પ્રેમ ગઢવી, પાર્થ પરમાર, ધ્રુવીન કુમાર, વિરાજ ઘેલાણી, સહિતના ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ 40 કલાકારો એક સાથે જોવા મળશે. આ વેબસિરીઝના એકથી એક ચડિયાતા પાત્રો સહિત સિચ્યુએશનલ કોમેડી દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે. આ વેબ સિરીઝને બોલિવૂડના જાણીતા લેખક રાહુલ પટેલે ક્રિયેટ કરી છે.

બીજી કોમેડી વેબસિરીઝ કરતા શેમારૂમીએ આ વેબસિરીઝમાં કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. આ વેબસિરીઝ તરંગી સ્વભાવ ધરાવતા લોકોની વાત દર્શાવે છે. ‘વ્હોટ ધી ફાફડા’ના દરેક એપિસોડમાં અનલિમિટેડ હાસ્ય છે, અને આ હાસ્ય તમારા સુધી પહોંચશે, વેબસિરીઝના પાત્રોના અવનવા પ્રકારના કામકાજ દ્વારા! આ વેબસિરીઝ તમે જ્યારે જોવા બેસશો, ત્યારે દરેક એપિસોડના અંતે તમે પણ બોલી ઉઠશો કે ‘વ્હોટ ધી ફાફડા!’ અને સાથે જ એક મજાની વાત એ પણ છે કે આ વેબસિરીઝમાં એક જબરજસ્ત ટાઈટલ ટ્રેક પણ છે, જે સિરીઝના સારને દર્શાવે છે, અને તમને પણ થિરકવા માટે મજબૂર કરી દેશે.

What The Fafda: ટૂંક સમયમાં આવી રહી છે અત્યાર સુધીની સૌથી અનોખી વેબ સિરીઝ, પ્રતિક ગાંધી સહિત 40 ટોચના કલાકારો બોલાવશે બઘડાટી

 આ વેબસિરીઝના રિલીઝ ટાણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ટીકુ તલસાણિયાનું કહેવું છે કે,શૂટ દરમિયાન સેટ પર બધા જ યુવાન અને ઉર્જાથી તરબતર કલાકારો જોવા મળ્યા, તેમને ખબર હતી કે તેમણે શું કરવાનું છે, મને આ જ વાત ગમે છે. આ સિરીઝમાં બધાએ જબરજસ્ત કામ કર્યું  અને મને ખાતરી છે કે દર્શકો બા-બહુના ટિપિકલ ડ્રામા કરતા કંઈક અલગ પ્રકારનું કોન્ટેન્ટ જરૂરથી આવકારશે. આજે જ્યારે કોમેડીના જુદા જુદા સ્વરૂપો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ડાર્ક કોમેડી,કટાક્ષ વગેરે, ત્યારે શેમારૂમી અને વ્હોટ ધી ફાફડાની ટીમે સફળતાપૂર્વક ફેમિલી ફ્રેન્ડલી હ્યુમર પીરસ્યુ છે, અને આ જ ગુજરાતી ઈન્ડસ્ટ્રીની ખાસિયત છે.દર્શકોને આ વેબસિરીઝ તો ગમવાની જ છે, પરંતુ તેની સાથે તેઓ સહમત પણ થશે.

તો અભિનેતા મનન દવેએ પણ શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, દર્શકો મને ‘વોટ ધ ફાફડા’ના બે એપિસોડમાં જોઈ શકશે. એક એપિસોડમાં, મને ઇન્ડસ્ટ્રીના પીઢ કલાકાર ટીકુ સર સાથે સ્ક્રીન શેર કરવાનો લહાવો મળ્યો અને હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું.આ વેબસિરીઝમાં એક સાથે 40 ગુજરાતી કલાકારો છે, એટલે કે પીઢ કલાકારોની અને યુવાન કલાકારોની ટેલેન્ટનો સમન્વય શેમારૂમીએ કર્યો છે, આ બાબતે આભાર માનવો જ ઘટે. આ સિરીઝનો દરેક એપિસોડ એક સંદેશ આપે છે, જે દર્શકોને ગમવાનો છે. હું આશા રાખું છું કે દર્શકો આ શ્રેણી જોશે અને અમારા પર તેમનો પ્રેમ વરસાવશે.

તો બસ તમારા કેલેન્ડરમાં તારીખ પર નિશાન કરી રાખો, રિમાઈન્ડર્સ રેડી રાખો અને ખડખડાટ હસવા માટે તૈયાર થઈ જાવ. વ્હોટ ધ ફાફડા જેવી અનોખી કોમેડી આજ સુધી તમે ક્યારેય નહીં માણી હોય તેની ગેરેન્ટી છે. તો ચાલો રોજિંદા સ્ટ્રેસ, ચિંતાને બાજુમાં મૂકો અને બિન્જ વોચ કરતા કરતા બોલો ‘વ્હોટ ધ ફાફડા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget