શું રાખી સાવંત પ્રેગ્નેન્ટ છે? એન્ટરટેઈનમેન્ટ ક્વીને કહ્યું- 'સિંગલ મધર હોવા છતાં હું આદિલને મારા છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ'
Rakhi Sawant Marriage: તાજેતરમાં જ અભિનેત્રી રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની સાથેના લગ્ન વિશે ખુલાસો કર્યો છે. આ સાથે તેણે પ્રેગ્નન્સીને લઈને પણ સંકેતો આપ્યા છે.
Rakhi Sawant Marriage With Adil Khan Durrani:'બિગ બોસ' ફેમ રાખી સાવંત હંમેશા એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં પોતાનું સ્થાન બનાવી રાખે છે. પહેલા પણ રિતેશ સાથે લગ્નને લઈને તેણે ઘણો ઉહાપોહ કર્યો હતો. ત્યારે હાલમાં જ તેણે પોતાના બીજા લગ્નનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. રાખીએ દાવો કર્યો હતો કે તેણે 7 મહિના પહેલા બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. તેમજ આ લગ્નને પણ કાયદેસર બનાવી દેવામાં આવ્યા છે. જો કે, હવે રાખી સાવંતનો પતિ આદિલ આ લગ્નને નકારી રહ્યો છે તો બીજી તરફ રાખી સાવંતે કંઈક એવું કહ્યું જેના કારણે લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે કદાચ તે પ્રેગ્નેન્ટ છે.
શું રાખી સાવંત પ્રેગ્નન્ટ છે?
રાખી સાવંતે એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પ્રેગ્નન્સી અને સિંગલ મધર હોવાની વાત કરી છે. અભિનેત્રીએ વાતચીતમાં કહ્યું, “હું આદિલ સાથેના મારા લગ્નથી ખૂબ જ ખુશ છું. જો કે મને ખબર નથી કે આદિલ શા માટે તેનો ઇનકાર કરી રહ્યો છે? તેના ઇનકારથી મને સખત આઘાત લાગ્યો છે. હું તેને છેલ્લા સાત મહિનાથી લગ્ન વિશે દુનિયાને જણાવવા માટે કહી રહી હતી. હું એક સેલિબ્રિટી છું અને મારા જીવન સાથે જોડાયેલી બાબતો છુપાવી શકાતી નથી. કદાચ હું ગર્ભવતી થઈ જાઉં અથવા ગમે તે થાય."
સિંગલ મધર હોવા અંગે આ વાત કહી
માત્ર પ્રેગ્નન્સીની જ વાત નહીં, રાખી સાવંતે સિંગલ પેરેન્ટિંગ વિશે પણ વાત કરી છે. રાખી સાવંતે પ્રેગ્નેન્સી અંગે વધુ કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે આ અંગે અત્યારે કંઈ કહેવા માંગતી નથી. અભિનેત્રીએ કહ્યું, “લગ્નનો ખુલાસો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો. જો આ લોકો સામે ન આવ્યું હોત તો મને ઘણી મુશ્કેલી પડી હોત." રાખી સાવંતે કહ્યું કે તે આ બાબતથી ખૂબ જ ડરી ગઈ છે. જેના કારણે તેની તબિયત પર પણ અસર થઈ રહી છે. તેની તબિયત બગડી રહી છે. રાખી સાવંતે એમ પણ કહ્યું કે જો તે સિંગર માતા બની જશે તો પણ તે આદિલને તેના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરતી રહેશે.