શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતી સિંગરના આ ગીતે યુટ્યૂબ પર મચાવી ધમાલ, એક દિવસમાં મળ્યા 1 કરોડથી વધુ વ્યૂઝ
દર્શન રાવલના 'એક તરફા' ગીતને 15 જુલાઇએ Indie Music Label ની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, અત્યારે આ ગીત યુટ્યૂબ પર નંબર ત્રણ પર ટ્રેન્ડિંગમાં છે. લોકો કૉમેન્ટ કરીને ગીતની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. 4 મિનીટ 11 સેકન્ડનો આ વીડિયો હાલ યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. એક જ દિવસમાં એક કરોડથી વધુ વ્યૂઝ પણ મેળવી ચૂક્યુ છે
મુંબઇઃ સિંગર દર્શન રાવલનુ મૉનસૂન સોન્ગ હાલ યુટ્યૂબ પર ખુબ ધમાલ મચાવી રહ્યું છે. આ ગીતનુ નામ છે 'એક તરફા', અને સિંગર દર્શન રાવલ મૂળ ગુજરાતી સિંગર છે. ખાસ વાત એ છે કે દર્શન રાવલનુ 'એક તરફા' ગીતે યુટ્યૂબ પર એક કરોડથી વધુ વ્યૂઝ મેળવી લીધા છે.
દર્શન રાવલના 'એક તરફા' ગીતને 15 જુલાઇએ Indie Music Label ની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, અત્યારે આ ગીત યુટ્યૂબ પર નંબર ત્રણ પર ટ્રેન્ડિંગમાં છે. લોકો કૉમેન્ટ કરીને ગીતની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. 4 મિનીટ 11 સેકન્ડનો આ વીડિયો હાલ યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. એક જ દિવસમાં એક કરોડથી વધુ વ્યૂઝ પણ મેળવી ચૂક્યુ છે.
આ રૉમેન્ટિક સૉન્ગને દર્શને ગાવા સાથે ખુદ કમ્પૉઝ પણ કર્યુ છે, અને યંગવીરે આના શબ્દો લખ્યા છે. દર્શન રાવલે કહ્યું -મને આનંદ છે કે 'એક તરફા'ને આ રીતે હકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે. મોનસૂનની સિઝન દરમિયાન કોઇ એક સોન્ગને રિલીઝ કરવુ કોઇ એક પરંપરા જેવુ બની ગયુ છે, અને અત્યાર સુધી આનુ રિઝલ્ટ ખુબ સારુ આવ્યુ છે.
આ પહેલા દર્શન હવા બનેક અને બારિસ લેતે આના જેવા ગીતો ગાઇ ચૂક્યો છે, તેના ગીતે યુટ્યૂબ પર ખુબ હિટ થઇ રહ્યાં છે. દર્શન સોશ્યલ મીડિયા દ્વારા હંમેશા પોતાના ફેન્સની સાથે જોડાયેલો રહે છે. તે હંમેશા પોતાની તસવીર અને સિંગિંગ વીડિયો ફેન્સ સાથે શેર કરતો રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion