નવી દિલ્હી: દિલ્હીમાં આજે બોલીવૂડના સ્ટાર્સ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં પીએમ મોદી સાથે બોલીવૂડના સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. અભિનેતા રણવીર સિંહે આ સેલ્ફી ક્લિક કરી હતી.
2/3
રિપોર્ટ્સ મુજબ, કરન જોહર અને મહાવીર જૈને આ મીટિંગ નક્કી કરાવી હતી. આ મીટિંગમાં બોલીવૂડના યુવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ મીટિંગમાં નેશન બિલ્ડિંગમાં બોલીવૂડ અને યંગ બોલીવૂડ સ્ટાર્સની ભૂમિકાને લઈને ચર્ચા થઈ. આ સાથે જ જીએસટીને લઈને પણ વાતચીત થઈ હતી.
3/3
આ તસવીરમાં રણબીર કપુર, આલીયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિકી કૌશલ, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને રાજકુમાર જેવા યંગ એક્ટર્સ જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ તસવીરમાં અશ્વિની અય્યર, એકતા કપૂર, કરન જોહર અને રોહિત શેટ્ટી પણ જોવા મળે છે.