શોધખોળ કરો
આ એક્ટ્રેસ એક્ટિંગની સાથે સાથે મુંબઇના રસ્તાંઓ પર ચલાવે ઓટો રિક્ષા, બોમન ઇરાનીએ તેની સાથે સવારી કરી વીડિયો શેર કર્યો
59 વર્ષીય અભિનેતા લક્ષ્મીને ગુરુવાર રાત્રે મળ્યા હતા, જ્યારે તે ઓટો ચલાવી રહી હતી. બોમને તેનું અભિવાદન કર્યુ અને તેની સાથે ઓટો રિક્ષાની સવારી હતી હતી

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા બોમન ઇરાનીએ મરાઠી એક્ટ્રેસ લક્ષ્મીની સાથે ઓટો રિક્ષાની સવારી કરી, લક્ષ્મી મરાઠી એક્ટ્રેસ હોવાની સાથે સાથે મુંબઇના રસ્તાંઓ પર ઓટો પણ ચલાવે છે. બોમન ઇરાનીએ આને રિયલ લાઇફ હીરોનું ટાઇટલ આપ્યુ અને કહ્યું તેમને લક્ષ્મી પર ગર્વ છે. 59 વર્ષીય અભિનેતા લક્ષ્મીને ગુરુવાર રાત્રે મળ્યા હતા, જ્યારે તે ઓટો ચલાવી રહી હતી. બોમને તેનું અભિવાદન કર્યુ અને તેની સાથે ઓટો રિક્ષાની સવારી હતી હતી. બોમન ઇરાનીએ આ ઘટનાનો વીડિયો પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેમને સાથે સાથે લક્ષ્મીની પ્રેરણાદાયક કહાની પણ લોકો સાથે શેર કરી હતી, કે તે કઇ રીતે એક્ટ્રેસની સાથે સાથે ઓટોરિક્ષા પણ ચલાવે છે. વીડિયોમાં તે લક્ષ્મીની સાથે બેસેલા દેખાઇ રહ્યાં છે.
વધુ વાંચો





















