શોધખોળ કરો
Advertisement
બૉલિવૂડની આ બે હૉટ એક્ટ્રેસે #bottlecapchallenge પૂરી કરી ફેન્સને ચોંકાવ્યા, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર હાલમાં બૉટલ કેપ ચેલેન્જ છવાયેલી છે. અને તેને અનેક સેલેબ્રિટિઝ પોતાના અંદાજમાં પૂરી કરતા નજર આવી રહ્યાં છે.
મુંબઈ: સોશિયલ મીડિયા પર હાલમાં બૉટલ કેપ ચેલેન્જ છવાયેલી છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા અનેક બૉલિવૂડ અભિનેતાઓએ આ ચેલેન્જને પૂરી કરી છે. પરંતુ આ ગેમ હવે આગલા લેવલ સુધી પહોંચી ગઈ છે અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની મહિલાઓ પણ તેના મારફતે પોતાના ફિટનેસને સાબિત કરતી નજર આવી રહી છે. અભિનેત્રી સુષ્મિતા સેને અને શર્લિન ચોપડાએ આ ચેલેન્જ પૂરી કરી ફેન્સને ચોંકાવી દીધાં છે.
સુષ્મિતાએ આ ચેલેન્જને બોયફ્રેન્ડ રોહમન શૉલ અને બે દિકરીઓ સાથે સ્વીકારી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સુષ્મિતા સહિત આ ત્રણેય વારાફરતી આ ચેલેન્જ પૂરી કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો પોસ્ટ કરીને સુષ્મિતાએ કેપ્શનમાં લખ્યું કે “બધી મઝા છોકરાઓ માટે જ હોવી જોઈએ ! રેને, અલીશા, તમારી પોતાની અને રોહમન તમામ...... બૉટલ કેપ ચેલેન્જ. તમને વધાને પ્રેમ...”
માત્ર સુષ્મિતા જ નહીં, પણ મોડલ-એક્ટ્રેસ શર્લિન ચોપડાએ પણ આ ચેલેન્જ પર હાથ અજમાવ્યો અને તેને પૂરી પણ કરી. શર્લિને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે આ ચેલેન્ડને શાનદાર રીતે પૂર્ણ કરતી નજર આવી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, “હૈ અક્ષય કુમાર, હું પોતાને રોકી શકી નહીં ! ફિટ ઇન્ડિયા. ”
આ ચેલેન્જને અનેક સેલેબ્રિટિઝ પોતાના અંદાજમાં પૂરી કરતા નજર આવી રહ્યાં છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, અભિમન્યૂ દસાની પણ પરફોર્મ કરી ચુક્યાં છે.View this post on InstagramHey @akshaykumar , I couldn’t resist either! #bottlecapchallenge #fitindia 💪⭐️
આ બૉટલ કેપ ચેલેન્જમાં બોટલને પહેલા એક સમતલ જગ્યા પર રાખીને તેના ઢાંકણને હાથનો ઉપયોગ કર્યા વગર પાછળ ફરીને એક કિકથી ઢાંકણ ખોલવાનું હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion