શોધખોળ કરો
સોનમ કપૂરનો સામાન બ્રિટિશ એરવેઝે ગુમ કર્યો, અભિનેત્રીએ કહ્યું- હવે ક્યારેય આમાં મુસાફરી નહીં કરું
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની બેગ બ્રિટિશ એરવેઝ દ્વારા ખોવાઈ જતા એક્ટ્રેસે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની બેગ બ્રિટિશ એરવેઝ દ્વારા ખોવાઈ જતા એક્ટ્રેસે ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોનમ કપૂરે કહ્યું બ્રિટિશ એરવેઝે તેની બેગ્સ બીજી વખત ખોઈ નાખી છે. સોનમ કપૂરે ટ્વિટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોનમના આ ટ્વિટ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યા છે.
બ્રિટિશ એરવેઝએ માફી માગતા કહ્યું, અમને ખેદ છે કે તમને સામાન મળવામાં મોડું થયું. એરપોર્ટ પર માહિતી આપ્યા બાદ ટ્રેકિંગ રેફરન્સ તમને મળ્યો હતો ? સોનમ કપૂરે જવાબ આપતા કહ્યું હતું કે હા પરંતુ આ ઘણું જ અગવડભર્યું હતું. તમારે આ મામલે કડક પગલાં લેવા જોઈએ. આ ઘણી જ બકવાસ સર્વિસ છે અને ભયાનક મિસ-મેનેજમેન્ટ છે. સોનમ કપૂરના આ ટ્વિટ હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યૂઝર્સ સોનમને ટ્રોલ પણ કરી રહ્યા છે.
એક્ટ્રેસ સોનમ કપૂરે ટ્વીટ કરતા કહ્યું, આ મહિને સતત ત્રીજીવાર મેં બ્રિટિશ એરવેઝમાં મુસાફરી કરી હતી. આ બીજીવાર છે, જ્યારે એરલાઈન્સે મારી બેગ ખોઈ નાખી હોય. હવે હું ક્યારેય બ્રિટિશ એરવેઝમાં મુસાફરી નહી કરીશ. સોનમ કપૂરના ટ્વીટનો બ્રિટિશ એરવેઝે જવાબ પણ આપ્યો છે.This is the third time ive traveled @British_Airways this month and the second time they’ve lost my bags. I think I’ve learnt my lesson. I’m never flying @British_Airways again.
— Sonam K Ahuja (@sonamakapoor) January 9, 2020
બ્રિટિશ એરવેઝએ માફી માગતા કહ્યું, અમને ખેદ છે કે તમને સામાન મળવામાં મોડું થયું. એરપોર્ટ પર માહિતી આપ્યા બાદ ટ્રેકિંગ રેફરન્સ તમને મળ્યો હતો ? સોનમ કપૂરે જવાબ આપતા કહ્યું હતું કે હા પરંતુ આ ઘણું જ અગવડભર્યું હતું. તમારે આ મામલે કડક પગલાં લેવા જોઈએ. આ ઘણી જ બકવાસ સર્વિસ છે અને ભયાનક મિસ-મેનેજમેન્ટ છે. સોનમ કપૂરના આ ટ્વિટ હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યૂઝર્સ સોનમને ટ્રોલ પણ કરી રહ્યા છે. વધુ વાંચો





















