શોધખોળ કરો
તનુશ્રી પહેલા પણ બોલિવૂડની અનેક અભિનેત્રીઓએ લગાવ્યો છે કાસ્ટિંગ કાઉચનો આરોપ, જાણો કઈ-કઈ અભિનેત્રી બની છે ભોગ
1/5

કોરિયોગ્રાફર સરોજ ખાને મંતવ્ય કર્યું તું કે' બોલીવૂડમાં આ બધું કાંઇ નવું નથી, આમ તો થતું રહેતું હોય છે. અનુરાગ કશ્યપની ભૂતપૂર્વ પત્ની કલ્કી કોચલિને પણ આડકતરી રીતે કબૂલ કર્યું છે કે, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડતું હોય છે. તેણે જણાવ્યું હતું કે, ફિલ્મનાએક નિર્માતાએ તેનું જાતીય શોષણ કર્યું હતું. તે તેને ફિલ્મની ચર્ચા કરવાનું કહીને વારંવાર ડિનર પર ઇન્વાઇટ કરતો હતો. તે તેને મળતી ત્યારે તેને જાણ થતી કે ફિલ્મનો કોઇ પ્રોજેક્ટ જ નહોતો. તે નિર્માતા કલ્કી માટે કાંઇક અલગ જ વિચારી રહ્યો હતો.
2/5

પોતાના બિન્દાસ નિવેદનને કારણે ચર્ચામાં રહેનારી કંગના રનૌતે પણ આદિત્ય પંચોલી પર યૌન શોષણનો આક્ષેપ મુક્યો હતો. તેણે કેટલીય વાર ઇન્ટરવ્યુમાં આ મુદ્દો ઉખેડયો છે. સ્વરા ભાસ્કર પણ આવા મુદ્દાઓ સામે અવાજ ઊઠાવી ચુકી છે. સ્વરાએ બોલીવૂડના એક દિગ્દર્શક પર આક્ષેપ મુક્યો હતો. સ્વરાએ એમ પણ કહ્યું હતું કે, તે વખતે તેનામાં પોતાને થયેલા આ કડવા અનુભવને કહેવાની હિંમત નહોતી.
Published at : 01 Oct 2018 11:12 AM (IST)
View More





















