શોધખોળ કરો
Advertisement
ચૈડવિક બોસમેનના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલ અંતિમ પોસ્ટે બનાવ્યો રેકોર્ડ, સૌથી વધુ 'Like'થનાર ટ્વિટ બન્યુ
43 વર્ષના બોસમેનના નિધને તેના લાખો ફેન્સ, કો-સ્ટાર અને દુનિયાભરના ફિલ્મ કલાકારોને દુખમાં નાખી દિધા.
હોલીવૂડ સ્ટાર ચૈડવિક બોસમેનનું શુક્રવારે અમેરિકાના લોસ એન્જલસમાં નિધન થયું. 43 વર્ષના બોસમેનના નિધને તેના લાખો ફેન્સ, કો-સ્ટાર અને દુનિયાભરના ફિલ્મ કલાકારોને દુખમાં નાખી દિધા. બોસમેનના નિધન બાદ તેમના પરિવારે એક નિવેદન ટ્વિટર પર પોસ્ટ કર્યું, જે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ લાઈક કરવામાં આવેલું ટ્વિટ બની ગયું છે.
ચૈડવિકના નિધનની પુષ્ટી પરિવાર તરફથી કરવામાં આવેલા એક નિવેદનમાં થઈ હતી. આ નિવેદન ચૈડવિકના આધિકારીક ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં ચૈડવિકની એક હસતા હોય તેવી તસવીર પણ પોસ્ટ કરવામાં આવી હતી.
આ ટ્વિટ પર માત્ર એક કલાકની અંદર જ એક મિલિયનથી વધુ લાઈક આવી ગયા હતા અને 24 કલાકથી ઓછા સમયમાં ટ્વિટરના ઈતિહાસનું સૌથી વધુ લાઈક કરનારુ ટ્વિટ બની ગયું હતું. અત્યાર સુધીમાં 6.8 મિલિયન એટલે કે 68 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે.
ટ્વિટરના આધિકારીક હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી. જેમાં લખ્યું હતું, અત્યાર સુધી સૌથી વધુ લાઈક થનારૂ ટ્વિટ. કિંગને સૌથી સટીક શ્રદ્ધાંજલિ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement