આ હૉટ એક્ટ્રેસને થઈ ગયો કોરોના, મિસ ઈન્ડિયા બનેલી આ એક્ટ્રેસે કઈ ફિલ્મોમાં કર્યું છે કામ?
પૂજા ચોપડાએ (Actress Pooja Chopra) પોતાના સોશ્યલ મીડિયા પર એક લાંબી પૉસ્ટ લખી છે, અને કોરોનાગ્રસ્ત હોવાની જાણકારી શેર કરી છે, તેને લખ્યું છે કે મારા અંગે કોઇ ખોટી ભ્રામક વાત ના ફેલાય તે માટે હુ ખુદ આ વાતને કહી રહી છું.
મુંબઇઃ બૉલીવુડની વધુ એક એક્ટ્રેસનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ (Covid-19) આવ્યો છે. એક્ટ્રેસ પૂજા ચોપડાએ (Pooja Chopra) પોતે કૉવિડ-19 પૉઝિટીવ થવાની જાણકારી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે ફેન્સને આપી છે. હાલે તે પોતાના ઘરમાં (Pooja Chopra Covid-19 Positive) હૉમ ક્વૉરન્ટાઇન થઇ છે અને નિયમોનુ પાલન કરી રહી છે.
પૂજા ચોપડાએ (Actress Pooja Chopra) પોતાના સોશ્યલ મીડિયા પર એક લાંબી પૉસ્ટ લખી છે, અને કોરોનાગ્રસ્ત હોવાની જાણકારી શેર કરી છે, તેને લખ્યું છે કે મારા અંગે કોઇ ખોટી ભ્રામક વાત ના ફેલાય તે માટે હુ ખુદ આ વાતને કહી રહી છું. તેને લખ્યું- હું કોરોના પૉઝિટીવ થઇ છું અને ડૉક્ટરોની સલાહ પ્રમાણે હું હૉમ ક્વૉરન્ટાઇન થઇ ગઇ છું. એક્ટ્રેસે છેલ્લા અઠવાડિયાથી પોતાના સંપર્કમાં આવેલા દરેકને કોરોના ટેસ્ટ કરાવવાની પણ અપીલ કરી છે. એક્ટ્રેસે કહ્યું- અત્યારનો સમય દેશ માટે કામ કરવાનો છે, આપણે બધાએ ઓથોરિટીને કૉ-ઓપરેટ કરવી જોઇએ, અને જે જરૂરિયાત વાળા લોકોની મદદ કરવી જોઇએ. 35 વર્ષીય એક્ટ્રેસે લખ્યું- હાલના સમયમાં ખોટી અને ભ્રામક વાતોથી દુર રહેવુ જોઇએ. માસ્ક પહેરો અને સેફ રહો.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ પૂજા ચોપડા વર્ષ 2009માં ફેમિના મિસ ઇન્ડિયા એવોર્ડ જીતી ચૂકી છે. બાદમાં એક્ટ્રેસે તામિલ ફિલ્મ પોનાર શંકરથી એક્ટિંગથી ડેબ્યૂ કર્યુ હતુ. જોકે આ પહેલા તેને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. તેને મધુર ભંડારકર ફિલ્મ ફેશન એન્ડ હીરોઇનમાં એક લીડિંગ લેડી તરીકે કામ કર્યુ હતુ.
ખાસ વાત છે કે, મિસ ઇન્ડિયા બનેલી એક્ટ્રેસે વિપુલ શાહની એક્શન ફિલ્મ કમાન્ડોમાં એક્ટર વિદ્યુત જામવાલ સાથે લીડ રૉલમાં કામ કર્યુ હતુ. આ તેની પહેલી લીડ રૉલની ફિલ્મ હતી. એક્ટ્રેસ હાલ જહાં ચાર યારનૂ શૂટિંગ કરી રહી છે, આમાં તેની સાથે સ્વરા ભાસ્કર, શીખા તલસાનિયા અને મેહર વીજ છે.