શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' એ બે દિવસમાં કરી 49.25 કરોડની કમાણી
આ ફિલ્મે પહેલાં દિવસે 24.50 કરોડની કમાણી કરી હતી. આમ સલમાનની ફિલ્મે બોક્સ ઓફિસ પર બે દિવસમાં 49.25 કરોડની કમાણી કરી લીધી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’એ બીજા દિવસે 24.75 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલાં દિવસે 24.50 કરોડની કમાણી કરી હતી. આમ સલમાનની ફિલ્મે બોક્સ ઓફિસ પર બે દિવસમાં 49.25 કરોડની કમાણી કરી લીધી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરતા કહ્યું, બીજા દિવસે 'દબંગ 3'એ પહેલાં દિવસ જેટલી જ કમાણી કરી છે. બે દિવસમાં 7.5થી 9 કરોડ જેટલું નુકસાન થયું. હવે ત્રીજા દિવસે કેટલી કમાણી થાય છે, તે જોવું રહ્યું. આ ફિલ્મે પહેલાં દિવસે 24.50 કરોડ અને બીજા દિવસે 24.75 કરોડની કમાણી કરી હતી.#Dabangg3 stays in the same range on Day 2... Few circuits up, few down... Protests hit biz hard... Loses approx ₹ 7.5 cr to ₹ 9 cr in 2 days... Biz should see a turnaround on Day 3 [Sun]... Fri 24.50 cr, Sat 24.75 cr. Total: ₹ 49.25 cr. India biz. Note: All versions.
— taran adarsh (@taran_adarsh) December 22, 2019
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં નાગરિકતા સુધારા કાયદાને લઈ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું કે ફિલ્મ હવે 164 મિનિટને બદલે 154.6 મિનિટની કરવામાં આવી છે.#Xclusiv: #Dabangg3 trimmed on Day 2... 9 minutes, 40 seconds portions reduced from the run time.
— taran adarsh (@taran_adarsh) December 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement