આ મુદ્દે સીરિયલના પ્રોડ્યૂસરે કહ્યું, સીરિયલમાં હજુ પણ દયાબેનની ભૂમિકા છે તેમના બદલે અન્ય કોઈ આર્ટિસ્ટને નથી લેવામાં આવ્યા. જ્યારે પણ દિશા પરત ફરવા માંગે ત્યારે આવી શકે છે. આશા છે કે અમે સાથે બીજી વખત કામ કરીશું.
2/3
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે શોમાં ‘દયાબેન’નું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણી હવે નહીં જોવા મળે. ‘તારક મહેતા…..’ દ્વારા દિશાને એક અલગ જ ઓળખ મળી હતી. પુત્રીના જન્મ બાદ દિશા શોમાંથી લગભગ અદ્રશ્ય થઈ હતી. તેણે ડિલીવરી બાદ શોમાં વાપસી પણ કરી હતી પરંતુ વચ્ચે વચ્ચે બ્રેક લેતી રહી હતી. બ્રેકના કારણે શોના ટીઆરપી પર અસર થઈ હતી.
3/3
મુંબઈ: ટીવીની સૌથી પોપ્યૂલર સીરિયલોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સીરિયલની લીડ એક્ટ્રેસ દિશા વાકાણી દયાબેન હવે સીરિયલમાં નહી જોવા મળે. પરંતુ તારક મહેતા સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ તમામ અટકળો પર વિરામ લગાવતા કહ્યું, તેમણે હજુ સુધી દિશા વાકાણી સાથે કોન્ટ્રાક્ટ્ર ખત્મ નથી કર્યો.