લગ્નના કાર્ડમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે દીપિકા અને રણવીર લગ્ન ક્યાં કરશે. જોકે આશા છે કે બન્ને સ્ટાર્સ વિદેશમાં દેશી અંદાજમાં લગ્ન કરશે.
2/5
જણાવીએ કે, આ પહેલા અનુષ્કમા શર્મા અને સોન કપૂરના લગ્ન સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આ બન્નેના લગ્નના કાર્ડ અંગ્રેજી ભાષામાં છપાયા હતા. જોકે દીપિકાના એકાઉન્ટથી શેર કરવામાં આવેલ સ્પેશિયલ કાર્ડમાં હિન્દી ભાષાને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વાતે ફેન્સનું દિલ જીતું લીધું છે.
3/5
નવી દિલ્હીઃ રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ ઈન્તજાર ખત્મ થઈ ગયો છે. બન્ને સ્ટાર્સ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ લગ્ન કરશે. આ તારીખની દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્પેશિયલ કાર્ડ શેર કર્યું છે.
4/5
દીપિકા અને રણવીરના સત્તાવાર એકાઉન્ટથી જારી લગ્નના સ્પેશિયલ કાર્ડ સામે આવતા જ વાયરલ થઈ ગયા છે. આ કાર્ડ એક કલાકમાં જ અંદાજે 9 લાખ લોકોએ લાઈક કર્યા છે.
5/5
આ ખાસ કાર્ડ વાયરલ થવાનું કારણ એ છે કે તેને હિન્દી ભાષામાં જારી કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે, અમે તમને જણાવતા ખૂબ જ ખુશ છીે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14-15 નવેમ્બરે નક્કી થયા છે. ખૂબ જ પ્રેમ, દીપિકા અને રણવીર.