શોધખોળ કરો
Video: વિન ડિઝલે હિંદીમાં પાઠવી દીવાળીની શુભેચ્છા, દિપીકાએ કહ્યું 'પરફેક્ટ'

મુંબઈ: દિપીકા પદુકોણ દીવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવવા માટે બેંગલુરુ આવી ગઈ છે. તે હોલિવુડમાં ટ્રિપલ એક્સ-ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજનું શૂટિંહ પૂરુ કરીને આવી ગઈ છે. અને પરિવાર સાથે સમય વીતાવવા માગે છે. જો કે ટ્રિપલ એક્સના કો-સ્ટાર વિન ડીઝલ સાથે દિવાળીનો મેસેજ આપતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિન ડીઝલ હિંદીમાં દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિપીકાએ વીન ડિઝલને હિંદી શીખવતો એક વીડિયો શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિપીકાની પહેલી હોલીવુડ ફિલ્મ ટ્રિપલ એક્સ-ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ 20 જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે. વધુ વાંચો




















