શોધખોળ કરો
Advertisement
'દિલ તો હૈપ્પી હૈ જી' ફેમ એક્ટ્રેસ સેજલ શર્માએ કરી આત્મહત્યા, અંગત કારણોથી હતી પરેશાન
સ્ટાર પ્લસની ટીવી સીરિયલ દિલ તો હૈપ્પી હૈ જીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી લીધી છે.
મુંબઈ: સ્ટાર પ્લસની ટીવી સીરિયલ દિલ તો હૈપ્પી હૈ જીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. સેજલ શર્માએ પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. સેજલ છેલ્લા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ જ પરેશાન હતી જેના કારણે તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે. સેજલની સીરિયલ દિલ તો હૈપ્પી હૈ જી થોડા મહિનાઓ પહેલા જ બંધ થઈ ગઈ છે. આ શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ડોનલ બિષ્ટે સેજલ શર્માના મોતની પુષ્ટી કરતા એબીપી ન્યૂઝને કહ્યું તેને પણ આ વાત સાંભળી ખૂબ દુખ થયું છે.
ડોનલે કહ્યું કે સેજલે લીપના પ્રથમ શોમાં કામ કર્યું હતું અને હું લીપ બાદ શોમાં જોડાઈ હતી. એવામાં મને તેની સાથે કામ કરવાની તક તો નથી મળી, પરંતુ શોના કો-એક્ટર તેના વિશે ઘણી વાતો કરતા હતા. મે તેના વિશે ઘણી વાર સાંભળ્યું હતું. ભલે મે તેની સાથે કામ નથી કર્યું પરંતુ સીરિયલના તમામ લોકો મારા માટે પરિવાર જેમ છે. તેનું આ રીતે જિંદગી ટુંકાવવી ખૂબ જ દુખદ છે.
સીરિયલમાં સેજલ શર્માના ભાઈની ભૂમિકા નિભાવનાર અંશ બાગરીએ એબીપી ન્યૂઝને કહ્યું અમે સીરિયલમાં 9 મહિના સાથે કામ કર્યું છે. જ્યારે મને સવારે તેના મિત્રનો ફોન આવ્યો, તો મને તેની મોત થયાનો વિશ્વાસ નહોતો. મને લાગ્યું સેજલ પ્રેંક કરાવી રહી છે. અંશે સેજલ વિશે વાત કરતા કહ્યું તે ખૂબ જ ખુશમિજાજ છોકર હતી અને મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો તે જાણતી હતી.
અંશે કહ્યું 'તેણે ક્યારેય મને પોતાની મુશ્કેલી વિશે ખુલીને વાત તો નથી કરી પરંતુ મને કામને લઈને તેની મુશ્કેલીનો અંદાજ તો હતો. આ ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય વાત છે. સેજલ હંમેશા કહેતી હતી કે તે પોતાના માતા-પિતા અને ભાઈ માટે કંઈક કરવા માંગે છે. હુ હંમેશા તેને બધુ ઠીક થઈ જશે તેવું આશ્વાસન આપતો હતો. મને વિશ્વાસ નથી કે તે આપણી વચ્ચે નથી રહી અને આ રીતે અમને છોડીને જતી રહી છે.'View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement