Dilip Kumar Passes Away: દિલીપ કુમારને અલવિદા..., આવો હતો ટ્રેજેડી કિંગનો શાનદાર ફિલ્મી સફર, ટ્રેજિક રોલ કર્યાં બાદ થઇ હતી આ સ્થિતિ
ટ્રેજેડી કિંગનું નામ મળ્યાં બાદ મનોચિકિત્સકે દિલીપ કુમારને શું આપી હતી સલાહ, આ કારણે તેમણે હલકી ફુલ્કી ફિલ્મ કરવાનું કર્યો હતો નિર્ણય
Dilip Kumar Passes Away:બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું આજે સવારે 7.30 વાગ્યે નિધન થઇ ગયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેજેન્ડ્રીલ આટિસ્ટને અલવિદા કહીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમનો ફિલ્મી સફર શાનદાર રહ્યો. તેમના ફિલ્મી સફર પર નજર કરીએ તો સમજી શકાય કે, તેમને કેમ અભિનયની દુનિયાના લેજેન્ડ માનવામાં આવી રહ્યાં છે.
1940s
જ્વારા ભાટા દિલીપ કુમારે બીજી અનેક ફિલ્મ કરી પરંતુ તેમાંથી મોટાભાગની ફ્લોપ રહી. 1947માં રીલિઝ થયેલી ફિલ્મ જુગનુથી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી નૂરજહાં હતી. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી. ત્યાર બાદ દિલીપ કુમારે શહીદ, મેલા જેવી હિટ ફિલ્મ આપી.
1949s
1949માં રિલીઝ થયેલી ફિલ્મ અંદાજે તેમની કરિયરને મોટો બ્રેક આપ્યો. આ ફિલ્મ મહબૂબ ખાને બનાવી હતી. જેમાં તેમની સાથે નરગિસ અને રાજકપૂર હતા. ત્યારબાદ તે જ વર્ષે શબનમ રિલીઝ થઇ. આ ફિલ્મ પણ સુપરહિટ રહી.
1950s
1950માં પણ દિલીપ કુમારે અનેક હિટ ફિલ્મો આપી જેમાં જોગન, બાબુલ, હલચલ, દીદાર, દાગ, શિકસ્ત, તરાના,સંગદિલ, અમર, ઉડન ખટોલા, ઇન્સાનિયત, દેવદાસ, નવા દૌર, યહુદી,મધુમતી અને પેગામ (1059) આ ફિલ્મો બાદ જ તેમને ટ્રેજેડી કિંગનું નામ મળ્યું હતું.
1960s
1960માં આસિફની ફિલ્મ Mughal-e-Azamમાં દિલીપ કુમારે પ્રિન્સ સલીમનો રોલ કર્યો. આ રોલે ઇતિહાસ રચી દીધો. તે જમાનાની આ highest-grossing ફિલ્મ પણ બની હતી. 11 વર્ષ સુધી આ ફિલ્મનો કોઇ રેકોર્ડ તોડી શક્યું ન હતું. 1971માં રિલીઝ થયેલી ફિલ્મ હાથી મેરે સાથી અને 1975માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેએ આ ફિલ્મનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. જો કે ફિલ્મના કેટલાક સીન કલર હતા. આ ફિલ્મને સંપૂર્ણ કલર ફિલ્મ તરીકે ફરી 2004માં રિલીઝ કરવામાં આવી હતી.
ટ્રેજેડી કિંગ બન્યા બાદ શું થયું
ટ્રેજેડી કિંગ બન્યા બાદ દિલીપ કુમાર ખૂબ જ પરેશાન રહેવા લાગ્યાં તેની રિલ લાઇફની અસર તેમની રિયલ લાઇફ અને તેમની માનસિકતા પર પણ પડવા લાગી. મનોચિકિત્સકે તેમને હલકી ફુલ્કી ફિલ્મ કરવાની સલાહ આપી. ત્યાર બાદ 1952માં મહેબૂબ ખાનની કોમેડી ફિલ્મમાં તેમને કામ કર્યું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો. ત્યારબાદ તેમને હિટ પર હિટ ફિલ્મો આપી ફિલ્મ દાગ માટે તેમને પહેલી વખત ફિલ્મ ફેયર અવોર્ડ મળ્યો.
વેજંતિમાલા, મધુબાલા, નરગિસ,નીમ્મી, મીના, કુમારી, કામની કૌશલ જેવી અભિનેત્રીઓ સાથે તેમની જોડી હિટ રહી. તે સમયે દિલીપ કુમાર પહેલા એવા એક્ટર હતા. જેમણે તેમની ફી વધારીને 1 લાખ કરી દીધી હતી. 1950ના દશકમાં આ રકમ બહુ મોટી હતી.