શોધખોળ કરો
હવે ઇવાન્કા ટ્રમ્પના મજેદાર ટ્વીટ પર આ બોલિવૂડ એક્ટરે આપ્યું ફની રિએક્શન, જાણો વિગતે
દિલજીતના આ ટ્વીટ પર ઇવાન્કા ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી હતી. ઇવાન્કાએ મજાકિયા અંદાજમાં દિલજીત દોસાંઝેને તાજમહલ લઈ જવા માટે આભાર માન્યો હતો.

નવી દિલ્હીઃ પંજાબી સિંગર દિલજીત દોસાંઝે આજે એક જાણીતું નામ બની ગયા છે. દિલજીત દોસાંઝે જેટલું સારું ગાય છે એટલા જ સારા મીમ્સ પણ બનાવે છે. દિલજીત દોસાંઝેએ હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાની સાથે ખુદને બેસાડ્યો હતો. દિલજીતે ઇવાન્કાની સાથે આ તસવીર ટ્વિટર પર પણ શેર કરી હતી. દિલજીતના આ ટ્વીટ પર ઇવાન્કા ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી હતી. ઇવાન્કાએ મજાકિયા અંદાજમાં દિલજીત દોસાંઝેને તાજમહલ લઈ જવા માટે આભાર માન્યો હતો. હવે આ મીમ્સની લડાઇમાં મનોજ બાજપેયી પણ જોડાઈ ગયા છે. મનોજ બાજપેયીએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં ઇવાન્કા અને દિલજીતની સાથે મનોજ વાજપેયી પણ બેસેલ જોવા મળી રહ્યા છે.
એ તસવીરમાં દિલજીત અને કાઈલી જેનરની સાથે પણ મનોજ બાજપેયી જોવા મળી રહ્યા છે. મનોજ બાજપેયીએ આ વીડિયોને શેર કરતાં લખ્યું, “હમ હૈ મંગલ ઔર પડેંગે હમ સબ પર ભારી.” સોશિયલ મીડિયા પર એક યૂઝરે એક મીમ શેર કર્યું હતું જેમાં મનોજનું ‘ગેંગ્સ ઑફ વાસેપુર’વાળું કેરેક્ટર ઈવાન્કા સાથે દેખાઈ રહ્યું હતું. આ બધું જોઈને ઈવાન્કાએ ભારતીય લોકોના તેના માટે પ્રેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેણે નવા દોસ્તો બનાવ્યા.I appreciate the warmth of the Indian people. ...I made many new friends!!! https://t.co/MXz5PkapBg
— Ivanka Trump (@IvankaTrump) March 1, 2020
વિડીયો સેર કરતા મનોજે પોતાની આગામી ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’નો રેફરન્સ આપ્યો અને લખ્યું કે, ‘હું છું મંગલ અને પડીશ બધા પર ભારે’. જણાવી દઈએ કે, મનોજની અપકમિંગ ફિલ્મનું ડિરેક્શન ‘પરમાણુ’ ફેમ નિર્દેશક અભિષેક શર્મા કરી રહ્યો છે અને ફિલ્મ જાન્યુઆરી 2020માં ફ્લોર પર ગઈ હતી.Hum hai Mangal aur padenge hum sab pe bhari! @diljitdosanjh 😎 #SurajPeMangalBhari @fattysanashaikh @ZeeStudios_ pic.twitter.com/HXBfreUYTE
— manoj bajpayee (@BajpayeeManoj) March 2, 2020
વધુ વાંચો





















