શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદુકોણે એવી તસવીર સાથે કર્યું ફેબ્રુઆરીનું સ્વાગત કે, યુઝર્સે આપ્યા આવા સંકેત
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર તેમની તસવીરના કારણે ચર્ચામાં છે. દીપિકાએ ફેબ્રુઆરીનું સ્વાગત કરતા એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
બોલિવૂડ: દીપિકા પાદુકોણે ફેબ્રુઆરીના પહેલા દિવસે ફેબનું સ્વાગત કરતી એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરને સોશિયલ મીડિયા યુઝર્સ તેમની પ્રેગ્નન્સી સાથે જોડી રહ્યાં છે. તસવીરની સાથે તેનું કેપ્શન રહસ્યમય છે. યુઝર્સ આ તસવીર જોઇને અંદાજ લગાવી લઇ રહ્યાં છે કે, દીપિકા ગૂડ ન્યૂઝ આપવાનો યોગ્ય અંદાજ શોધી રહી છે.
દીપિકાની તસવીરની વાત કરીએ તો તે સાઇડ પોઝમાં જોવા મળે છે અને તે નીચે જોઇને હસી રહી છે. દીપિકાનો આ ક્લોઝ અપ એવો છે. કે જાણે કોઇ મહિલા બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોઝ આપતી હોય. આ સાથે દીપિકાએ કેપ્શનમાં માત્ર ફેબ્રુઆરી લખ્યું છે અને ઇમોઝી પોસ્ટ કર્યું છે.
દીપિકાના આ અંદાજ પરથી લોકો તેમની પ્રેગ્નન્સીના ન્યૂઝની અટકળ લગાવી રહ્યાં છે.જો કે દીપિકાએ આ મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી કરી. અનુષ્કા, કરીના બાદ ફેન્સ દીપિકા પાસે પણ ગૂડ ન્યુઝની અપેક્ષા રાખી રહ્યાં છે. જો કે કેટલાક યુઝર્સનું માનવું છે કે, દીપિકા માત્ર ફેબ્રુઆરીનું સ્વાગત કરી રહી છે.
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણે શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ સિવાય તે ઋત્તિક રોશન સાથે ફાઇટર ફિલ્મમાં પણ જોવા મળશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
ભાવનગર
Advertisement