શોધખોળ કરો
આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- માથામાં વાગતાં છ મહિના માટે જતી રહી હતી યાદશક્તિ
દિશાએ જણાવ્યું કે ભારતના શૂટિંગ દરમિયાન પણ તેના ઘૂંટણ પર વાગ્યું હતું.

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પોતાની ફિટનેસ અને ખતરનાક સ્ટન્ટ કરવા માટે ચર્ચામાં રહે છે. ઘણી વખત તે જિમાનાસ્ટિક દરમિયાન ઈજાગ્રસ્ત પણ થઈ છે. હવે તેણે પોતાના જીવનના ઘટેલ અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાને લઈને ખુલાસો કરતાં કહ્યું કે, એક વખત ટ્રેનિંગ દરમિયાન તેને માથમાં ઈજા થઈ હતી, જેના કારણે તે પોતાના યાદશક્તિ ગુમાવી બેઠી હતી. દિશાએ જણાવ્યું કે ભારતના શૂટિંગ દરમિયાન પણ તેના ઘૂંટણ પર વાગ્યું હતું. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે એકવાર ટ્રેનિંગ દરમિયાન તે એટલી ઘાયલ થઈ ગઈ કે તેને માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે છ મહિના સુધી તેની યાદશક્તિ પણ જતી રહી હતી. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કર્યો. આ ઈજામાંથી બહાર આવતા ઘણા મહિનાઓ લાગ્યા હતા. દિશાએ જણાવ્યું કે, તે દર અઠવાડિયે જિમ્મનાસ્ટિક અને MMA માટે પ્રેક્ટિસ કરતી રહે છે. સાથે જ તેણે કહ્યું કે આજે તે જે કંઈ પણ છે તે આના કારણે છે. તમે એક સમયે એવા બની જાવ છો જે ક્યાંક પહોંચવા માટે પોતાના ઘૂંટણ અને હાડકા તોડવા માટે તૈયાર થઈ જાય છે.
વધુ વાંચો




















