શોધખોળ કરો
Advertisement
'રામાયણ'ના સીન આડેધડ કપાઈ જતાં લોકો ભડક્યાં, દૂરદર્શને શું કરી સ્પષ્ટતા જાણો વિગત
પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યં, આપણા મહાકાવ્યોની સુંદરતા, અનેક સ્ટોરીઓ, પક્ષ-કહાનીઓ અને વ્યાખ્યાઓ છે.
નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે દૂરદર્શન પર ફરી એક વખત રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણનું પ્રસારણ શરૂ થયું હતું. આ સીરિયલે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. પરંતુ રામ-રાવણ યુદ્ધના એપિસોડનો સીન એડિટ કરીને પ્રસારિત કરવામાં આવ્યો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે દૂરદર્શને સ્પષ્ટતા કરી છે.
ટ્વિટર પર એક યૂઝરે પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરને ટેગ કરીને પૂછ્યું ભરત કૈકઈ મિલન, અહિરાવણ વધ, મુકુટ સમારોહની તૈયારી, અયોધ્યાના નિવાસીઓ દ્વારા રામનું સ્વાગત... સહિત ઘણા સીન દૂરદર્શને કાપી નાંખ્યા હતા અને શું આ ખરેખર રામાનંદ સાગરની રામાયણ છે.
જેના પર જવાબ આપતાં પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યં, આપણા મહાકાવ્યોની સુંદરતા, અનેક સ્ટોરીઓ, પક્ષ-કહાનીઓ અને વ્યાખ્યાઓ છે. દરેક બારીકાઈને શક્યતઃ એક ટેલીવિઝન સ્ક્રિપ્ટમાં ન બનાવી શકાય. તેમણે આગળ લખ્યું, કોઈ પણ સીન કાપવામાં આવ્યો નથી. આ તમામ સીન ઓરિજનલ રામાયણનો હિસ્સો નહોતા.
અન્ય યૂઝરે પૂછ્યું- રામાનંદ સાગરની રામાયણના 78 એપિસોડ હતો. 28 માર્ચની રાતથી દૂરદર્શન પર રોજ સવારે અને રાતે બે એપિસોડ પ્રસારિત થયા અને 18 માર્ચે લગભગ તમામ ખતમ થઈ ગયા. મોટા સ્તર પર એડિટ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે.
જેના જવાબમાં શશિ શેખરે લખ્યું, દરરોજ 4 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. બે એપિસોડને એક સ્લોટમાં ભેગા કરી દર્શાવાયા હતા. હાલ દૂરદર્શન પર ઉત્તર રામાયણનું પ્રસારણ શરૂ થઈ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement