શોધખોળ કરો
Advertisement
Drugs Case: કૉમેડિયન ભારતી સિંહ બાદ તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ થઈ ધરપકડ
એનસીબીએ ભારતીસિંહના ઘરે અને પ્રોડક્શન ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. હર્ષ અને ભારતીએ કબૂલાત કરી છે કે, તેઓ ગાંજાનું સેવન કરે છે.
મુંબઈ : નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ ડ્ર્ગસ કેસમાં કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ ગત રાત્રે થઈ હતી. એનસીબીએ હર્ષ સાથે 18 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. એનસીબીએ ભારતીસિંહના ઘરે અને પ્રોડક્શન ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. હર્ષ અને ભારતીએ કબૂલાત કરી છે કે, તેઓ ગાંજાનું સેવન કરે છે.
ભારતી સિંહ અને હર્ષ લિંબચિયાને આજે સવારે 11.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં રજૂ કરતા પહેલા બન્નેનું ટેસ્ટ કરવામાં આવશે.
ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી હતી. દરોડા દરમિયાન શંકાસ્પદ પદાર્થ (ગાંજો) મળી આવ્યો હતો. શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ ભારતીની ધરપકડ કરાઈ છે. તેના બાદ પતિ હર્ષ લિંબચિયાની પણ ધરપકડ કરાઈ છે.
બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતીસિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement