શોધખોળ કરો
જાણીતી એક્ટ્રેસનો ખુલાસોઃ હુ ઓડિશન આપવા ગઈ તો ડાયરેક્ટરે મને ખોળા બેસાડી અને.......
અભિનેત્રી તનુ શ્રી દત્તાએ કરેલી શરૂઆત પછી કેટલીય અભિનેત્રીએ આ પ્રકારનાં ખુલાસા કર્યા છે.

નવી દિલ્હીઃ જાણીતી એક્ટ્રેસ જીના ડેવિસે ખુલાસો કર્યો છે કે, જ્યારે તે ફિલ્મ ઉદ્યોગમાં નવી હતી ત્યારે શરૂઆતના દિવસોમાં એક ઓડિશન દરમિયાન એક ડાયરેક્ટરે તેને પોતાના ખોળામાં બેસવા માટે કહ્યું હતું. 63 વર્ષીય એક્ટ્રેસે કહ્યું કે, પહેલા શક્તિશાળી પુરુષો દ્વારા જાતીય શોષણ કરવામાં આવે એ સામાન્ય વાત હતી, પરંતુ હવે ઝડપથી ઘણાં સારા બદલાવ થયા છે. ડેવિસે યૂએસએ ટુડેને કહ્યું કે, “હું એક ઓડિશન આપી રહી હતી જેમાં એક દૃશ્યમાં મારે એક પુરુષ કલાકારના ખોળામાં બેસવાનું હતું.”ડાયરેક્ટરે કહ્યું કે આ સીન મારી સાથે કર અને એમ કહીને પોતાનાં ખોળામાં બેસાડી લીધી. આ એક પ્રકારનો સેક્સી સીન હતો. હું એને નહોતી કરવા માંગતી અને ખુબ અસહજ અનુભવતી હતી. મીટુ વિશે અભિનેત્રીએ કહ્યું કે અભિયાનનાં લીધે અલગ અલગ વાતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું શોષણ હવે વિદેશ પુરતું જ મર્યાદિત ન રહેતા ભારતમાં પણ આવી ઘટનાંઓ બની રહી છે. અભિનેત્રી તનુ શ્રી દત્તાએ કરેલી શરૂઆત પછી કેટલીય અભિનેત્રીએ આ પ્રકારનાં ખુલાસા કર્યા છે. હવે તો આ અભિયાન પર એક ફિલ્મ પણ બનવા જઈ રહી છે.
વધુ વાંચો





















