શોધખોળ કરો
Advertisement
ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરની ફિલ્મ 'The Body'નું ટ્રેલર રિલિઝ, જોવા મળશે દમદાર રોલમાં
બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશમી ફિલ્મ 'ધ બોડી'માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશમી ફિલ્મ 'ધ બોડી'માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ધ બોડી ફિલ્મનું ટ્રેલર રોમાંચ અને સસ્પેન્સથી ભરેલું છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે બોલિવૂડ અભિનેતા રૂષિ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય વેદિકા અને સોભિતા ધૂલીપાલાએ પણ આ ફિલ્મમાં કામ કર્યું છે.
સુનીર ખેતરપાલે ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન જીતુ જોસેફે કર્યું છે. ફિલ્મના ટ્રેલરમાં ઇમરાન હાશ્મી અને રૂષિ કપૂર દમદાર પાત્રોમાં જોવા મળી શકે છે. આ ફિલ્મનાં ટ્રેલર પરથી લાગે છે કે ઇમરાન અને રૂષિ કપૂર પોત પોતાનાં પાત્રમાં સંપૂર્ણપણ રીતે ખોવાઈ ગયા છે.
આ ફિલ્મની એક એવી વાર્તા પર આધારિત છે કે જેમાં એક સ્ત્રીની લાશ લેબોરેટરીથી ગાયબ થઈ જાય છે અને કોઈને એ બાબતનો અંદાજો પણ નહી હોય કે લાશ કેવી રીતે ગાયબ થઈ ગઈ. જે સ્ત્રીની લાશ લેબ માંથી ગાયબ થઈ છે તેનાં પતિનો રોલ ઈમરાન કરે છે. લાશ ગાયબ થયા પછી તેની શોધખોળ કરવામાં આવે છે. ત્યાર પછી એક પછી એક નવા રાઝ ખુલતા નજરે પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion