જણાવીએ કે, ઈશા ગુપ્તા પહેલા હાર્દિક પંડ્યાનું નામ એક્ટ્રેસ એલી અવરામ સાથે પણ જોડાયું હતું. એક સમય હતો જ્યારે બન્નેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા કરતી હતી. જોકે ટૂંકમાં જ બન્ને અલગ થઈ ગયા હતા, ત્યાર બાદ હાર્દિકના જીવનમાં ઈશાની એન્ટ્રી થઈ હતી.
2/6
હવે ભલે ઈશા ગુપ્તાએ આ પોસ્ટમાં કોઈનું નામ ન લખ્યું હોય પરંતુ એ વાતમાં બેમત નથી કે તેનો ઈશારો હાર્દિક પંડ્યા તર જ છે. જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યાની તરફતી ઈશાની આ પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં?
3/6
ઈશા ગુપ્તાએ એક તસવીર શેર કરતાં કમેન્ટમાં લખ્યું છે, ‘આ વાતમાં કોઈ ખોટું નથી કે જો તમે કોઈ અન્યની લાગણીન નથી સમજતા, પરંતુ તમે એક સારો નિર્ણય કરી શકો છો, જેનાથી સામેવાળી વ્યક્તિને પણ લાગે કે, તમે તેની ભાવનાઓની ચિંતા કરો છો.
4/6
નવી દિલ્હીઃ બોલિવૂડ અને ક્રિકેટની સાથે હંમેશા ચોલી દામન જેવો રહ્યો છે. જો તમે ઈતિહાસમાં નજર કરશો તો એવા અનેક ભારતીય ક્રિકેટર જોવા મળશે જેણે બોલિવૂડ એક્ટ્રેસના દિલ પર રાજ કર્યું હોય. તેમાંથી કેટલાક સંબંધો તો લગ્ન સુધી પણ પહોંચ્યા છે અને થોડા વર્ષ બાદ ખત્મ પણ થઈ ગયા હતા અને આ સિલસિલો આજે પણ જારી છે.
5/6
તમે ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને તો ઓળખતા જ હશો, જે ક્રિકેટના મેદાન પર સારું પ્રદર્શન કરવાની સાથે સાથે બોલિવૂડ હીરોઈનોને ડેટ કરવા માટે ખૂબ જાણીતો છે. હાલમાં તેનું નામ ઈશા ગુપ્તા સાથે જોડાયું હતું અને ચર્ચા હતી કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે.
6/6
જોકે હવે ચર્ચા છે કે બન્ને વચ્ચેના સંબંધ તૂટી ગયા છે. ઈશા ગુપ્તાએ સોશિયલ મડીયા પર એક પોસ્ટ શેર કરી આ વાત તરફ ઈશારો પણ કર્યો છે કે બન્ને વચ્ચે હવે કંઈ રહ્યું નથી. ઈશા ગુપ્તાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, ‘ખરાબ સમાચાર એ છે કે, તમે લોકો કોઈને જબરદસ્તી કોઈ વસ્તુને પસંદ ન કરી શકો. જબરદસ્તીથી ન તો પ્રેમ થાય છે અને ન તો કોઈ તમને પ્રેમ કરે છે. તમે લોકોને તમારા નિયંત્રણમાં ન રાખી શકો. પરંતુ સારા સમાચાર એ છે કે, તેનાથી કોઈ ફેર નથી પડતો.’