સતપાલ મહારાજે કહ્યું, અમારી કમિટીએ મુખ્યમંત્રીને ભલામણ મોકલી છે. કાયદો વ્યવસ્થાની સમિક્ષા કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. અમે જિલ્લા મેજિસ્ટ્રેટને શાંતિ જાળવી રાખવા માટે કહ્યું છે. તમામ નિર્ણય લીધો છે કે કેદારનાથ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે. ફિલ્મ રાજ્યમાં દરેક જગ્યાએ પ્રતિબંધ થઈ છે.
2/4
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને સરકાર તરફથી પાસ કરી દેવામાં આવી હતી. પરંતુ સ્થાનિક પાર્ટીઓએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. બુધવારે ઉત્તરાખંડ સરકારે ભાજપ નેતા સતપાલ સિંહ મહારાજની અધ્ય7તામાં 4 સદસ્યોની કમિટી બનાવી હતી.
3/4
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો છે. હાલમાં જ ભાજપે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. આ ફિલ્મ પર લવ જેહારને પ્રમોટ કરવાનો આરોપ લાગ્યો છે. ભાજપે ફિલ્મની ટેગલાઈન અને ટાઈટલ પર પર આપત્તિ જાહેર કરી હતી.
4/4
દેહરાદુન: સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ પર ઉત્તરાખંડમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ફિલ્મ આજે એટલે કે 7 ડિસેમ્બરના સમગ્ર દેશમાં રિલીઝ થઈ છે. કેદારનાથ પર લવ જેહાદ, ભગવાનનું અપમાન અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કેદારનાથ મંદિરના પુજારીઓએ પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે ફિલ્મ પર પ્રતિબંધનો ઈનકાર કર્યો હતો.