શોધખોળ કરો
Advertisement
વેબસીરિઝ ‘A suitable boy ’માં વાંધાજનક દ્રશ્યોને લઈ Netflixના બે અધિકારીઓ સામે FIR
આ સમગ્ર વિવાદ પર રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, નેટફ્લિક્સ ઓટીટી મીડિયા પ્લેટફોર્મ છે જેના પર સ્ટ્રીમ થયેલા એક કાર્યક્રમ ‘અ સ્યૂટેબલ બોય’માં ખૂબજ આપત્તિજક દ્રશ્ય ફિલ્માવામાં આવ્યા છે, જે એક ધર્મ વિશેષની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
નવી દિલ્હી: વેબ સીરિઝ ‘અ સ્યૂટેબલ બોય’માં વાંધાજનક દ્રશ્ય દર્શાવવા પર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના 2 અધિકારીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધવામાં આવી છે, મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગૃહ અને કાયદા વિભાગની બેઠક બોલાવી હતી.
આ સમગ્ર વિવાદ પર રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, નેટફ્લિક્સ ઓટીટી મીડિયા પ્લેટફોર્મ છે જેના પર સ્ટ્રીમ થયેલા એક કાર્યક્રમ ‘અ સ્યૂટેબલ બોય’માં ખૂબજ આપત્તિજક દ્રશ્ય ફિલ્માવામાં આવ્યા છે, જે એક ધર્મ વિશેષની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. મે પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, આ મામલે પરીક્ષણ કરવામાં આવે કે, આ દ્રશ્યોના આધાર પર નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ અને કાર્યક્રમના નિર્માતા અને નિર્દેશક પર કઈ કાયદાકીય કાર્યવાહી કરી શકાય.
વિવાદિત વેબસીરિઝને લઈ પોલીસ મથક સિવલ લાઈન રીવામાં ધારા 295A અંતર્ગત કેસ નોંધાવામાં આવ્યો છે. ફરિયાદી ગૌરવ તિવારીના આવેદન પર નેટફ્લિક્સના પદાધિકારી મોનિકા શેરગિલ તથા અમ્બિકા ખુરાના વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે.
ગૌરવ તિવારીએ રીવા પોલીસ મથકમાં નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો છે કે, નેટફ્લિક્સ આ સીરિઝ દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી રહ્યું છે. તિવારીએ નેટફ્લિક્સ પર એ પણ આરોપ લગાવ્યા છે કે, આ વેબ સીરિઝ દ્વારા હિંદુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી આ વેબ સીરિઝમાં ઈશાન ખટ્ટર અને તબ્બુ વચ્ચે રોમાન્સ દર્શાવામાં આવ્યો છે. ઈશાન સીરિઝમાં માન કપૂરની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે તબ્બુ સઈદા બાઈના રોલમાં છે. રણવીર શોરી સીરિઝમાં વારિસની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે વિજય શર્મા રાશીદના રોલમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement