શોધખોળ કરો

કોરોનાથી બચવા માટે કઈ પ્રેગનન્ટ એક્ટ્રેસ મુંબઈથી દૂર ફાર્મહાઉસમાં રહેવા જતી રહી ?

મુંબઈઃ દેશમાં કોરોનાનો કેર ફરી વર્તાઈ રહ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે તેના કારણે ઠેર ઠેર કેસો વધી રહ્યા છે. મુંબઈમાં પણ કેસમાં વધારો થયો છે તેથી લોકો મુંબઈથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યાં છે.

મુંબઈઃ દેશમાં કોરોનાનો કેર ફરી વર્તાઈ રહ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે તેના કારણે ઠેર ઠેર કેસો વધી રહ્યા છે.  મુંબઈમાં પણ કેસમાં વધારો થયો છે તેથી લોકો મુંબઈથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યાં છે.  કોમેડિયન ભારતી સિંહે પણ કોરોનાના કારણે મુંબઈથી થોડાં દિવસ દૂર રહેવાનું નક્કી કર્યું છે. ભારતી સિંહ હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેણે પોતાની તતા પોતાના બાળકની સલામતી માટે આ પગલું ભર્યું છે. ભારતી પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે મુંબઈથી દૂર આવેલા પોતાના ફાર્મહાઉસમાં રહે છે. ભારતી સિંહે કપિલ શર્મા શો સહિતના કાર્યક્રમોનું શૂટિંગ પણ કામચલાઉ રીતે બંધ કરી દીધું છે.

ભારતીએ ગયા વર્ષે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર કરી હતી. ભારતી એપ્રિલ, 2022માં પોતાના પહેલાં બાળકને જન્મ આપશે. ભારતીએ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતીએ કહ્યું હતું કે, પોતે પ્રેગ્નન્સીની તારીખ સુધી કામ કરશે.

કોરોનાથી બચવા માટે કઈ પ્રેગનન્ટ એક્ટ્રેસ મુંબઈથી દૂર ફાર્મહાઉસમાં રહેવા જતી રહી ?

ભારતી સિંહે પોતાની યુ ટ્યૂબ ચેનલના પર પોતાના ચાહકોને કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાનું જોખમ ઘણું જ વધી ગયું છે. કોરોનાથી બચવા માટે અમે બધાં ફાર્મહાઉસમાં આવી ગયા છે. ફાર્મહાઉસમાં જ પોતે યુ-ટ્યુબ ચેનલ માટે શૂટિંગ કરશે અને વ્લોગ બનાવશે. આ ઉપરાંત ભારતીએ મજાક કરતાં ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે પોતે પ્રેગ્નન્ટ હોવા છતાં હર્ષ તેની પાસે તમામ કામો કરાવે છે. તેને પ્રેગ્નન્ટ મહિલા પર સહેજ પણ દયા આવતી નથી.

વીડિયોમાં ભારતી તથા હર્ષ પોતાના પાલતુ કૂતરતા ગોગો સાથે રમતા જોવા મળ્યા હતા. ભારતીએ સગડી પર રાતનુ ભોજન બનાવ્યું હતું. હર્ષે ચિકન કબાબ બનાવ્યા હતા તો ભારતીએ દાલ મખ્ખની તથા રોટલી બનાવી હતી. ભારતીના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે.

ભારતીએ 2017માં લેખક હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતી હર્ષથી 7 વર્ષ મોટી છે. 7 વર્ષ ડેટિંગ કર્યા બાદ એકબીજાને પાર્ટનર તરીકે પસંદ કર્યા હતા. હર્ષે ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિકના ડાયલોગ લખ્યા હતા. આ ઉપરાંત ફિલ્મ ‘મલંગ’નો ટાઇટલ ટ્રેક પણ લખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget